દીકરી સુહાનાને કઈ સલાહ આપી મમ્મી ગૌરીએ
કૉફી વિથ કરણ
ગૌરી ખાને કહ્યું કે મને હસબન્ડ શાહરુખ ખાનની એક વાત ક્યારેક ખૂબ પરેશાન કરી દે છે. કઈ છે એ વાત એના વિશે તેણે ‘કૉફી વિથ કરણ’ની સાતમી સીઝનમાં કહી છે. આ શોમાં ગૌરી, મહીપ કપૂર અને ભાવના પાન્ડેએ હાજરી આપી છે. આ ગુરુવારે આ શો ડિઝની+હૉટસ્ટાર પર ટેલિકાસ્ટ થશે.
કરણ જોહર આ શોમાં જણાવે છે કે શાહરુખ તેના ઘરે પાર્ટી હોય તો દરેક મહેમાનોને તેમની કાર સુધી મૂકવા જાય છે. એના પર કમેન્ટ કરતાં ગૌરીએ કહ્યું કે ‘તે હંમેશાં મહેમાનોને તેમની કાર સુધી મૂકવા જાય છે. ક્યારેક તો મને લાગે છે કે ઘરમાં પાર્ટી ચાલતી હોય એના કરતાં તે બહાર વધુ સમય પસાર કરે છે. લોકો તેને શોધ્યા કરે છે એથી મને એવો વિચાર આવે છે કે અમારે પાર્ટી ઘરમાં નહીં, રોડ પર રાખવી જોઈએ.’
ADVERTISEMENT
દીકરી સુહાનાને કઈ સલાહ આપી મમ્મી ગૌરીએ
ગૌરી ખાને તેની દીકરી સુહાનાને એક સલાહ આપી છે. ‘કૉફી વિથ કરણ’માં કરણે ગૌરીને પૂછ્યું કે ડેટિંગને લઈને તે સુહાનાને કઈ સલાહ આપવા માગે છે. એના જવાબમાં ગૌરીએ કહ્યું કે ‘કદી પણ એકસાથે બે છોકરાઓને ડેટ ન કરવું.’