° °

આજનું ઇ-પેપર
Monday, 12 April, 2021

Happy B'day: શું તમે જાણો છો એક્ટ્રેસ સિવાય સુંદર ગાયિકા પણ છે શ્રદ્ધા

03 March, 2021 11:13 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

Happy B'day: શું તમે જાણો છો એક્ટ્રેસ સિવાય સુંદર ગાયિકા પણ છે શ્રદ્ધા

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર

બૉલીવુડની સુંદર અદાકારા શ્રદ્ધા કપૂરનો જન્મ 3 માર્ચ 1987ના રોજ મુંબઈમાં થયો હતો. તે બૉલીવુડના દિગ્ગજ અને પ્રખ્યાત અભિનેતા શક્તિ કપૂરની દીકરી છે. શ્રદ્ધા કપૂરે પોતાના ફિલ્મી કરિયરમાં બૉલીવુડના ઘણા પ્રખ્યાત કલાકારો સાથે કામ કર્યું છે અને પોતાની અલગ ઓળખ પણ બનાવી છે. શ્રદ્ધા કપૂરના જન્મદિવસ પર અમે તમને તેની સાથે જોડાયેલી ખાસ વાતોથી પરિયય કરાવીએ છીએ.

શ્રદ્ધા કપૂરે તેમનું પ્રારંભિક શિક્ષણ મુંબઈની જમનાબાઈ નરસી સ્કૂલથી કર્યું હતું. આ વાત અભિનેત્રીના બહુ જ ઓછા ફૅન્સને ખબર હશે કે શ્રદ્ધા કપૂર અને અભિનેતા ટાઈગર શ્રોફ એક જ સ્કૂલમાં ભણ્યા હતા. આ બન્ને બાળપણથી સારા મિત્રો છે. ટાઈગર શ્રોફ અને શ્રદ્ધા કપૂરે ન ફક્ત ફિલ્મોમાં સાથે કામ કર્યું છે પરંતુ આ બન્ને એક જ સ્કૂલમાં ક્લાસમેટ પણ રહ્યા છે. સ્કૂલ બાદ શ્રદ્ધા કપૂરે ગ્રેજ્યુએશનના અભ્યાસ માટે અમેરિકાની બોસ્ટન યૂનિવર્સિટીમાં એડમિશન કરાવ્યું હતું પરંતુ થોડા સમય બાદ જ અભ્યાસ છોડીને અભિનેત્રી બનવાનો નિર્ણય લીધો.

શ્રદ્ધા કપૂક એક શાનદાર અભિનેત્રી હોવા ઉપરાંત સુંદર ગાયિકા અને ડાન્સર પણ છે. નાની ઉંમરમાં જ તેણે સંગીતની પ્રેક્ટિસ શરૂ કરી હતી. જણાવી દઈએ કે શ્રદ્ધા કપૂરના ફિલ્મી કરિયરની તો તેણે બૉલીવુડમાં ફિલ્મ 'તીન પત્તી'થી પગલું ભર્યું હતું. આ ફિલ્મ 2010માં થિયેટરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મ તીન પત્તીમાં શ્રદ્ધા કપૂર સાથે દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને આર માધવાન મુખ્ય ભૂમિકામાં હતા.

મોટી અભિનેત્રી હોવા છતાં શ્રદ્ધા કપૂરની આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર કંઈ ખાસ કમાલ બતાવી શકી નહીં. બૉલીવુડમાં તેને અસલી ઓળખ વર્ષ 2013માં આવેલી ફિલ્મ 'આશિકી 2'થી મળી હતી. આ ફિલ્મમાં એની સાથે અભિનેતા આદિત્ય રૉય કપૂર મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મ 'આશિકી 2'માં ન ફક્ત શ્રદ્ધા કપૂરના અભિનયને પસંદ કરવામા આવી પરંતુ આ ફિલ્મની ગીત પણ સુપરહિટ સાબિત થયા હતા.

ફિલ્મ 'આશિકી 2' બાદ શ્રદ્ધા કપૂરે એક વિલેન, હૈદર, એબીસીડી 2, બાગી, સ્ત્રી અને છિછોરે સહિત ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું અને દર્શકોના દિલ પણ જીતી લીધા. ગયા વર્ષે શ્રદ્ધા કપૂર તે સમયે વિવાદમાં આવી ગઈ હતી જ્યારે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતનાં મામલે ડ્રગ્સનો એન્ગલ સામે આવ્યો હતો. આ મામલમાં શ્રદ્ધા કપૂર સહિત બૉલીવુડની અન્ય અભિનેત્રીઓને એનસીબીએ પૂછપરછ માટે સમન્સ મોકલ્યા હતા. જોકે તેની વિરૂદ્ધ એનસીબીને કોઈ પણ પુરાવા મળ્યાં નહોતા.

ફિલ્મો સિવાય શ્રદ્ધા કપૂર તેની લવ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. તે પ્રખ્યાત સેલિબ્રિટી ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠને હાલ ડેટ કરી રહી છે. શ્રદ્ધા કપૂર અને રોહન શ્રેષ્ઠ ઘણીવાર સાથે જોવા મળ્યા છે. જોકે રોહન શ્રેષ્ઠ અને શ્રદ્ધા કપૂરે આજ સુધી પોતાના સંબંધને લઈને સત્તાવાર જાહેરાત કરી નથી.

03 March, 2021 11:13 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

દીપિકા પાદુકોણે MAMIના ચૅરપર્સન પદ પરથી કેમ આપ્યું રાજીનામું, જાણો કારણ

દીપિકાએ જણાવ્યું કે તેણે આ પદ પરથી રાજીનામું આપી દીધું છે કારણકે તે ટ્રસ્ટને સંપૂર્ણ રીતે અટેન્શન આપી શકતી નહોતી.

12 April, 2021 06:25 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

ઑડિશનમાં નેહા કક્કડને ગાતી સાંભળીને અનુ મલિકે પોતાને જ જડી દીધો તમાચો

નેહા કક્કડ તેરી આવાઝ સુન કર લગતા હૈ મૈં અપને મુંહ પર મારું થપ્પડ, યાર ક્યા હો ગયા હૈ તેરે કો

12 April, 2021 01:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

પ્રોડ્યુસર્સ સેટ્સ પર સતત ટીમની ટેસ્ટ કરાવે છે : જે. ડી. મજીઠિયા

સેટ પર બાયોબબલનું નિર્માણ કરે અને પોસ્ટ-પ્રોડક્શનને પણ સલામતીની તમામ સગવડો પૂરી પાડવામાં આવે

12 April, 2021 01:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK