Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કિરણ રાવે અગિયાર વર્ષ બાદ ડિરેક્શનમાં કર્યું કમબૅક

કિરણ રાવે અગિયાર વર્ષ બાદ ડિરેક્શનમાં કર્યું કમબૅક

10 August, 2022 01:00 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડિરેક્ટર તરીકે તેણે ‘લગાન’થી શરૂઆત કરી હતી

કિરણ રાવ

કિરણ રાવ


કિરણ રાવે અગિયાર વર્ષ બાદ ડિરેક્ટર તરીકે કમબૅક કર્યું છે. તેણે છેલ્લે ‘ધોબી ઘાટ’ ડિરેક્ટ કરી હતી. ડિરેક્ટર તરીકે તેણે ‘લગાન’થી શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેણે અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. તેની​ ડિરેક્ટર તરીકેની આગામી ફિલ્મ ‘લાપતા લેડીઝ’ છે. આ ફિલ્મની સ્ટોરી ૨૦૦૧ની એક ગામડાની છે. એક ટ્રેનમાંથી બે યુવાન દુલ્હન ખોવાઈ જાય છે અને ત્યાંથી જે ​ખીચડો ઊભો થાય છે એની આ ફિલ્મમાં વાત કરવામાં આવી છે. આ ફિલ્મમાં સ્પર્શ શ્રીવાસ્તવ, રવિ કિશન અને છાયા કદમ જોવા મળશે. આ ફિલ્મનું પહેલું ટીઝર આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’ સાથે ​અગિયાર ઑગસ્ટે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં બે નવી હિરોઇનને લૉન્ચ કરવામાં આવશે. જોકે તેમનાં નામ હજી જાહેર કરવામાં નથી આવ્યાં. આ ફિલ્મને કિરણ રાવ અને આમિર ખાન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

10 August, 2022 01:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK