° °

આજનું ઇ-પેપર
Tuesday, 09 August, 2022


પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં ખુશ છે કિયારા

02 July, 2022 03:20 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બ્રેકઅપની ચર્ચાએ ખાસ્સો વેગ પકડ્યો છે

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી

કિયારા અડવાણીએ જણાવ્યું છે કે તે તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં ખુશ છે. સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે બ્રેકઅપની ચર્ચાએ ખાસ્સો વેગ પકડ્યો છે. જોકે બન્નેમાંથી એકેયે પણ પોતાના રિલેશનને લઈને ખુલાસો નથી કર્યો. આ બન્નેએ ‘શેરશાહ’માં સાથે કામ કર્યું હતું. તેમના ફૅન્સ તેમના રિલેશન સ્ટેટસને જાણવા માટે આતુર છે. હવે એવું પણ જાણવા મળ્યું છે કે તેઓ કદાચ એક રોમૅન્ટિક ફિલ્મમાં કામ કરી શકે છે, પરંતુ એની ચોક્કસ માહિતી નથી મળી શકી. તેના બ્રેકઅપની અફવા વિશે પૂછવામાં આવતાં કિયારાએ કહ્યું કે ‘હું એ વિશે કંઈ નથી કહેવા માગતી. લોકો એ બધું પણ લખે છે જે મેં કહ્યું જ નથી. એથી હું જ્યારે પણ કંઈ કહું છું તો ખબર નહીં કે લોકો શું લખશે. મને જ્યારે જરૂર લાગશે ત્યારે હું એ મુદ્દા પર વાત કરીશ. વર્તમાનમાં તો હું મારી પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં ખુશ છું.’

02 July, 2022 03:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

Taapsee Pannu:પાપારાઝી સાથે થઈ રકઝક, યુઝર્સે કહ્યું આ બીજી કંગના બની રહી છે

તાપસી તેની આગામી ફિલ્મના પ્રમોશન માટે એક ઈવેન્ટમાં પહોંચી હતી. આ ઈવેન્ટ પર પાપારાઝી પણ તાપસીને કવર કરવા આવ્યા હતા. વીડિયો જોઈને લાગે છે કે પાપારાઝી ઘણા સમયથી અભિનેત્રીની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ કદાચ તે પોતાનો સમય આપી શકી ન હતી.

09 August, 2022 12:23 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

અલી ફઝલ-ઋચા ચડ્ઢાની રિસેપ્શન પાર્ટીમાં સામેલ થશે 400 મેહમાન, જાણો ડિટેલ્સ

અલી ફઝલ અને ઋચા ચડ્ઢાના લગ્નના ફંક્શન મુંબઈ અને દિલ્હીમાં થવાના છે. સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ઋચા અને અલી દિલ્હીમાં લગ્ન કરશે. દિલ્હીમાં તે બન્ને પરિવારના મોટાભાગના લોકો રહે છે.

08 August, 2022 08:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

વિકી કૌશલે શરૂ કર્યું `સેમ બહાદૂર`નું શૂટ, સાથે દેખાયાં સાન્યા અને ફાતિમા

ઉરી ફેમ અભિનેતા વિકી કૌશલ સેમના પાત્રમાં જોવા મળશે. ફિલ્મ સાથે જોડાયેલ એક મોટી અપડેટ સામે આવી છે વિકીએ પોતે ફિલ્મ સાથે જોડાયેલી અપડેટ સોશિયલ મીડિયા પર શૅર કરી છે.

08 August, 2022 05:38 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK