Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બૉલિવૂડમાં કોરોનાનો કેર: કેટરિના કૈફનો કોરોના રિપૉર્ટ પણ આવ્યો પૉઝિટીવ

બૉલિવૂડમાં કોરોનાનો કેર: કેટરિના કૈફનો કોરોના રિપૉર્ટ પણ આવ્યો પૉઝિટીવ

06 April, 2021 05:21 PM IST | Mumbai
Shilpa Bhanushali | shilpa.bhanushali@mid-day.com

આજે મંગળવારે બૉલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફનો પણ કોરોના રિપૉર્ટ પૉઝિટીવ આવ્યો છે. આ વાતની માહિતી કૅટરિના કૅફે પોતે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કરીને આપી છે.

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો


બૉલિવૂડમાં એક પછી એક સતત મોટા સિતારાઓને કોરોનાવાયરસ પોતાની ચપેટમાં લઈ રહ્યો છે. રવિવારે અક્ષય કુમાર અને ગોવિંદા બાદ સોમવારે ભૂમિ પેડણેકર અને વિકી કૌશલનો પણ કોરોના ટેસ્ટ રિપૉર્ટ પૉઝિટીવ આવ્યો હતો, ત્યાર બાદ આજે મંગળવારે બૉલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફનો પણ કોરોના રિપૉર્ટ પૉઝિટીવ આવ્યો છે. આ વાતની માહિતી કૅટરિના કૅફે પોતે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કરીને આપી છે.

અભિનેત્રી કેટરિના કૈફે પોતાની સ્ટોરીમાં લખ્યું છે કે, "મારો કોરોના રિપૉર્ટ પૉઝિટીવ આવ્યો છે. મેં તરત જ મને આઇસોલેટ કરી લીધું છે અને હોમ ક્વૉરન્ટિનમાં છું. મને ડૉક્ટરે જણાવેલા સેફટીના બધાં જ પ્રૉટૉકૉલ્સ હું ફૉલો કરી રહી છું. મારી દરેકને રિક્વેસ્ટ છે જે પણ મારા કૉન્ટેક્ટમાં આવ્યા છે તે શક્ય તેટલું ઝડપથી પોતાનો ટેસ્ટ કરાવી લે. તમારો બધાના સપૉર્ટ અને પ્રેમ માટે તમારો આભાર. સેફ રહો અને ધ્યાન રાખો."



આ પહેલા આ સેલેબ્સ બન્યા છે કોરોનાના શિકાર
આમિર ખાન, અક્ષય કુમાર, કાર્તિક આર્યન, રણબીર કપૂર, આર માધવન, સંજય લીલા ભણસાલી, આલિયા ભટ્ટ જેવા સેલિબ્રિટી કોવિડ-19 સંક્રમિત થયા છે. મહત્વની વાત એ છે કે આમાંથી મોટા ભાગના સેલિબ્રિટીઓ પોતાની ફિલ્મોનું શૂટ કરી રહ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

06 April, 2021 05:21 PM IST | Mumbai | Shilpa Bhanushali

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK