પરિણીતી ચોપડાને સોશ્યલ મીડિયામાં કાર્તિક આર્યને કૉપી કરવાનું બંધ કરવા કહ્યું છે
પરિણીતી ચોપડાની પોસ્ટ
પરિણીતી ચોપડાને સોશ્યલ મીડિયામાં કાર્તિક આર્યને કૉપી કરવાનું બંધ કરવા કહ્યું છે. તેનું માનવું છે કે તેની ફોટો ક્લિક કરવાની સ્ટાઇલને પરિણીતી કૉપી કરી રહી છે. કાર્તિક હાલમાં હિલ સ્ટેશન પર ફરી રહ્યો છે. પરિણીતી પણ નેપાલમાં તેની આગામી ફિલ્મ ‘ઊંચાઈ’ના શૂટિંગ માટે ગઈ છે. બન્નેના ફોટોના પોઝ તેમના ફૅન્સને એકસરખા દેખાઈ રહ્યા છે. તેમના ફૅન્સે બન્નેના ફોટોના કોલાજ બનાવી દીધા છે. એ ફોટોને ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી, ‘પરી મને કૉપી કરવાનું બંધ કર.’