એને કારણે નાના વિસ્ફોટક કણો તેની આંખમાં ઘૂસી ગયા હતા
‘ચંદુ ચૅમ્પિયન’
કાર્તિક આર્યનની ૧૪ જૂને રિલીઝ થયેલી ‘ચંદુ ચૅમ્પિયન’ લોકોને ખૂબ પસંદ પડી છે. આ ફિલ્મ માટે તેણે સખત મહેનત કરી હતી. ભારતના પહેલા પૅરાલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ મુરલીકાંત પેટકરની લાઇફ પર આધારિત આ ફિલ્મ માટે કાર્તિકે એક વર્ષ સુધી ગળી વસ્તુઓ ખાવાનું છોડી દીધું હતું. સાથે જ તેણે ૧૮ કિલો વજન પણ ઘટાડ્યું હતું.
કબીર ખાને ડિરેક્ટ કરેલી આ ફિલ્મ વિશેની અનેક વાતો કાર્તિકે શૅર કરી છે. ફિલ્મના શૂટિંગ દરમ્યાન કાર્તિકની જમણી આંખની નજીક જોરદાર ધડાકો થયો હતો અને એને કારણે નાના વિસ્ફોટક કણો તેની આંખમાં ઘૂસી ગયા હતા. જોકે એ શાર્પ નહોતા. થોડા સમય સુધી તો તે આંખ પણ ખોલી નહોતો શક્યો. સેટ પરની એ ઘટના વિશે કાર્તિક કહે છે, ‘અમે બધા સેટ પર દોડી રહ્યા હતા અને એક ધડાકો થયો હતો. હું કોઈ સ્થાને પહોંચું એ પહેલાં મારી જમણી બાજુએ એ વિસ્ફોટ થવાનો હતો, પરંતુ ટાઇમિંગની ગણતરી ખોટી પડી હતી. મારી જમણી આંખની એકદમ નજીક એ ધડાકો થયો હતો.’

