° °

આજનું ઇ-પેપર
Thursday, 13 May, 2021


કરણ જોહરના ધર્મા પ્રોડક્શને કાર્તિક આર્યનને કર્યો બ્લૅક લિસ્ટ

16 April, 2021 05:40 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

‘દોસ્તાના 2’માંથી અભિનેતા બહાર, કાર્તિક આર્યન સાથે હવે ક્યારેય કામ ન કરવાનો પ્રોડક્શનનો નિર્ણય

કાર્તિક આર્યન (ફાઈલ તસવીર)

કાર્તિક આર્યન (ફાઈલ તસવીર)

પ્રિયંકા ચોપરા (Priyanka Chopra), જ્હોન અબ્રાહમ (John Abraham) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) સ્ટારર વર્ષ ૨૦૦૮માં આવેલી કૉમેડી ફિલ્મ ‘દોસ્તાના 2’ની સિક્વલની તૈયારીઓ ચાલી રહી હતી. જેમાં જાહન્વી કપૂર (Janhvi Kapoor), કાર્તિક આર્યન (Kartik Aaryan) અને લક્ષ્ય લાલવા (Laksh Lalwani)ની લીડ રોલમાં હતા. વર્ષ ૨૦૧૯માં ફિલ્મના પ્રથમ શેડ્યૂલનું શૂટિંગ પણ શૂટ કરવામાં આવ્યું હતું. જોકે, હવે ફિલ્મનું શું થશે તે વિશે કંઈ કહી શકાય નહીં. કારણકે ફિલ્મના લીડ અભિનેતા કાર્તિક આર્યનને ‘ધર્મા પ્રોડક્શન’એ બ્લૅક લિસ્ટ કર્યો છે. અભિનેતા કરણ જોહર (Karan Johar)ના પ્રોડક્શન સાથે હવે ક્યારેય કામ નહીં કરે. પરંતુ ભાગ્યે જ એવું બને કે, પ્રોડક્શન કંપની શૂટિંગના અધવચ્ચેથી કોઈ લીડ અભિનેતાને બદલે.

સ્પૉટબૉય સાથેની વાતચીતમાં ફિલ્મ સાથે જોડાયેલા સુત્રોએ કહ્યું હતું કે, પ્રોડક્શન હાઉસે અભિનેતાના અનપ્રોફેશનલ` વર્તનને કારણે તેને ફિલ્મમાંથી કાઢવાનો નિર્ણય લીધો છે. અભિનેતાની ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની તરફથી ફિલ્મ ‘દોસ્તાના 2’ને લઇને ડેટ્સ પણ આપવામાં આવતી નહોતી. તેમજ કાર્તિકને સ્ક્રિપ્ટ ન ગમતી હોવાનું પણ કહેવાય છે. હવે પ્રોડક્શન હાઉસ કોઈ નવા એક્ટરને લઈને ફિલ્મ આગળ લઇ જવાનું વિચારી રહ્યું છે.

કાર્તિક આર્યન અને ધર્મા પ્રોડક્શન વચ્ચે ક્રિએટીવ ડિફરન્સ આવી ગયા હોવાથી પ્રોડક્શન હાઉસ માત્ર આ જ ફિલ્મ નહિ પણ અભિનેતા સાથે આગળ કોઈપણ ફિલ્મમાં કામ કરવા માગતી નથી. કાર્તિક પોતાની દરેક મહિલા કો-સ્ટાર્સ સાથે વધારે ફ્રેન્ડલી છે અને આ વાત પણ મેકર્સના મગજમાં ઘુસી ગઈ હોવાનું કહેવાય રહ્યું છે.

તમને જણાવી દઈએ કે, કાર્તિક આર્યને ઑક્ટોબર ૨૦૧૯માં ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે તેણે ફિલ્મ ‘દોસ્તાના 2’ની તૈયારીઓ શર઼્ કરી દીધી છે.

16 April, 2021 05:40 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

અનુષ્કા અને વિરાટ કોહલી સાત કરોડની જગ્યાએ હવે અગિયાર કરોડ કરશે ભેગા

ટોટલ ૧૦,૮૨,૩૮,૫૪૮ રૂપિયા ૧૮,૭૭૨ લોકોએ દાન કર્યા છે

13 May, 2021 12:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

ફ્રન્ટલાઇન વર્કર્સના જોશ અને નિઃસ્વાર્થ સેવા બિરદાવવા લાયકઃ અમિતાભ બચ્ચન

તેમણે એક વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે

13 May, 2021 12:22 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

પુણે પોલીસ ફાઉન્ડેશનમાં દાન કર્યું જૅકલિન ફર્નાન્ડિસે

તે વિવિધ ઑર્ગેનાઇઝેશન સાથે મળીને એક લાખ લોકોને ખાવાનું પહોંચાડી રહી છે

13 May, 2021 12:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK