આ વિડિયોની કાર્તિકે કૅપ્શન આપી છે કે ‘ખરીદ લી... પર મૈં શાયદ મહેંગી ચીઝોં કે લિએ નહીં બના.’
કાર્તિક આર્યન
કાર્તિક આર્યને અંદાજે 4.5 કરોડ રૂપિયાની લમ્બોર્ગિની કાર ખરીદી છે. કાર્તિકને કોરોના થયો હતો અને તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેણે સેટ પર જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે કોરોનામાંથી સાજા થયા બાદ તેણે નવી લક્ઝુરિયસ કાર લમ્બોર્ગિની ઉરુસ ખરીદી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર તેની નવી બ્લૅક કાર સાથેનો વિડિયો શૅર કર્યો છે. આ વિડિયોની કાર્તિકે કૅપ્શન આપી છે કે ‘ખરીદ લી... પર મૈં શાયદ મહેંગી ચીઝોં કે લિએ નહીં બના.’