° °

આજનું ઇ-પેપર
Wednesday, 06 July, 2022


‘પૃથ્વીરાજ’માં સમ્રાટ શબ્દનો ઉમેરો કરવાની માગણી મેકર્સને કરી કરણીસેનાએ

23 May, 2022 02:36 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કરણીસેનાએ ‘પૃથ્વીરાજ’ના પ્રોડ્યુસર્સ અને ડિરેક્ટરને ફિલ્મના ટાઇટલમાં ‘સમ્રાટ’ શબ્દનો ઉમેરો કરવાની માગણી કરી છે.

‘પૃથ્વીરાજ’માં સમ્રાટ શબ્દનો ઉમેરો કરવાની માગણી મેકર્સને કરી કરણીસેનાએ

‘પૃથ્વીરાજ’માં સમ્રાટ શબ્દનો ઉમેરો કરવાની માગણી મેકર્સને કરી કરણીસેનાએ

કરણીસેનાએ ‘પૃથ્વીરાજ’ના પ્રોડ્યુસર્સ અને ડિરેક્ટરને ફિલ્મના ટાઇટલમાં ‘સમ્રાટ’ શબ્દનો ઉમેરો કરવાની માગણી કરી છે. અક્ષયકુમાર અને માનુષી છિલ્લરની આ ફિલ્મ ૩ જૂને રિલીઝ થવાની છે. આ ફિલ્મ પૃથ્વીરાજ ચૌહાણના જીવનને દર્શાવે છે. તેમણે જે રીતે દેશની રક્ષા માટે લડાઈ લડી એ ખરેખર દરેકને જોવાલાયક છે. આ ફિલ્મને ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ ડિરેક્ટ કરી છે અને યશરાજ ફિલ્મ્સે પ્રોડ્યુસ કરી છે. કરણી સેનાના સુરજિત સિંહ રાઠોડે કહ્યું કે ‘અમે યશરાજ ફિલ્મ્સના સીઈઓ અક્ષય વિધાની સાથે મુલાકાત કરી હતી અને તેમણે અમને ફિલ્મનું ટાઇટલ બદલવાનું વચન આપ્યું છે. તેમણે અમારી માગણીને માન આપ્યું છે. જો તેઓ ફિલ્મનું ટાઇટલ નહીં બદલે અથવા તો ફિલ્મનું સ્ક્રીનિંગ નહીં રાખે તો રાજસ્થાનમાં ‘પૃથ્વીરાજ’ને રિલીઝ નહીં થવા દેવામાં આવે. આ જ બાબત વિશે અમે રાજસ્થાનના એક્ઝિબિટર્સને પણ અવગત કર્યા છે. જો ફિલ્મનું ટાઇટલ ‘સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ’ નહીં રાખવામાં આવે તો અમે રાજસ્થાનમાં એનો શો નહીં થવા દઈએ.’

23 May, 2022 02:36 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

આસામ પૂર માટે અગિયાર લાખ ડોનેટ કર્યા કરણે

કરણ જોહરે હાલમાં જ આસામ પૂર માટે અગિયાર લાખ રૂપિયા ડોનેટ કર્યા છે. આસામમાં પૂર આવતાં ૯૦ લાખ લોકોને એની અસર થઈ છે.

06 July, 2022 11:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

અમેરિકામાં કોંકણી સંમેલનનું ઉદ્ઘાટન કર્યું દીપિકાએ

દીપિકા પાદુકોણ હાલમાં અમેરિકામાં સમય પસાર કરી રહી છે અને એ દરમ્યાન તેણે દસમી કોંકણી સંમેલનનું ઉદ્ઘાટન કર્યું છે.

06 July, 2022 10:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

‘ડાર્લિંગ્સ’ પાંચ ઑગસ્ટે થશે સ્ટ્રીમ

આલિયા ભટ્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી ડાર્ક કૉમેડી ‘ડાર્લિંગ્સ’ને પાંચ ઑગસ્ટે ​નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવશે.

06 July, 2022 10:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK