° °

આજનું ઇ-પેપર
Wednesday, 12 May, 2021


કોરાનાને કારણે કરીનાના બીજા દીકરાને હજી નથી મળી શક્યાં દાદી શર્મિલા ટાગોર

16 April, 2021 11:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

કરીનાએ આ વર્ષે ૨૧ ફેબ્રુઆરીએ બીજા દીકરાને જન્મ આપ્યો છે

શર્મિલા ટાગોર

શર્મિલા ટાગોર

શર્મિલા ટાગોર કોરોનાની આ મહામારીને કારણે હજી સુધી સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનના બીજા દીકરાને નથી મળી શક્યાં. કરીનાએ આ વર્ષે ૨૧ ફેબ્રુઆરીએ બીજા દીકરાને જન્મ આપ્યો છે. જોકે તેની ઝલક હજી સુધી તેની દાદીને જોવા નથી મળી. પોતાની સાસુ શર્મિલા ટાગોરની પ્રશંસા કરતાં કરીનાએ કહ્યું હતું કે ‘લોકો જ્યારે પણ મને તેમના વિશે પૂછે છે તો હું નર્વસ થઈ જાઉં છું. તેમના જેવાં આઇકન અને લેજન્ડ વિશે હું શું કહી શકું? આખી દુનિયા તેમને મારી સાસુ તરીકે ઓળખે છે. હું નસીબદાર છું કે મને તેઓ મારાં સાસુ તરીકે મળ્યા. તેઓ અતિશય સુંદર અને જાજરમાન છે. હું ખૂબ લકી છું કે મને તેમને ઊંડાણપૂર્વક જાણવાનો અવસર મળ્યો છે. તેઓ શાલીન, પ્રેમાળ અને કાળજી લેનારાં છે. તેઓ હંમેશાં ન માત્ર પોતાનાં બાળકો પરંતુ તેમનાં

પૌત્રો-પૌત્રીની સાથે વહુનું પણ ખાસ ધ્યાન રાખે છે. તેઓ મારા માટે સર્વસ્વ છે. તેમણે મને આ ફૅમિલીનો ભાગ સમજ્યાં. મને તેમના પ્રતિ અપાર માન સન્માન છે. મહામારી પહેલાં અમે જે રીતે મળતાં હતાં એ રીતે આખું વર્ષ અમે પરસ્પર એકબીજાને મળ્યા વગર જ વીતાવ્યું છે. તેઓ હજી સુધી મારા નાનકડા દીકરાને મળવા નથી આવી શક્યાં. આખો પરિવાર સાથે મળીને એકબીજા સાથે સમય પસાર કરીએ એવી ઇચ્છા છે.’

16 April, 2021 11:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

કોરોના દર્દીઓનો મસીહા બન્યો ટેલીવિઝનનો `રામ`, શરૂ કરી કોવિડ-19 હૉસ્પિટલ

ગુરમીત ચૌધરીએ ગરીબો અને મધ્યમ વર્ગીય લોકોને ધ્યાનમાં રાખીને તાજેતરમાં જ મહારાષ્ટ્રના નાગપુરમાં `આસ્થા` નામની એક કોવિડ-19 હૉસ્પિટલ શરૂ કરી છે.

11 May, 2021 07:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

ફિલ્મમેકર હંસલ મેહતાનો પરિવાર થયો હતો કોરોના સંક્રમિત, કહ્યું આ...

ફિલ્મમેકર હંસલ મેહતાએ ટ્વિટર પર એક પોસ્ટ શૅર કરી છે, જેમાં તે જણાવે છે કે કેવી રીતે તેમણે અને તેમના પરિવારે કોરોનાને માત આપી અને ઘરે પાછા આવ્યા. જણાવવાનું કે પોસ્ટમાં હંસલ મેહતાએ મુંબઇ બીએમસીનો આભાર પણ માન્યો છે.

11 May, 2021 07:08 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

સિખ કમ્યુનિટી પર ભરોસો કરવા માટે બિગ બીનો આભાર માન્યો મિકા સિંહે

1000થી પણ વધુ લોકો માટે લંગરની સુવિધા મુંબઈમાં પૂરી પાડવા જઈ રહ્યો છે મિકા સિંહ

11 May, 2021 01:38 IST | Mumbai | Gaurav Sarkar

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK