Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રણવીર પ્રત્યે પ્રેમ ઊમટ્યો કરણ જોહરને

રણવીર પ્રત્યે પ્રેમ ઊમટ્યો કરણ જોહરને

06 August, 2022 12:09 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કરણની ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’માં રણવીર દેખાવાનો છે

રણવીર સિંહ

રણવીર સિંહ


કરણ જોહરને રણવીર પ્રત્યે અચાનક પ્રેમનો ઊભરો આવ્યો છે. આ જ કારણ છે કે કરણે કારણ વગર રણવીરનો ફોટો શૅર કર્યો છે. કરણની ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’માં રણવીર દેખાવાનો છે. તેની સાથે કામ કરવાનો અનુભવ મળવાની સાથે જ તેને નજીકથી જાણવાની તક મળી છે. રણવીરનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરણ જોહરે કૅપ્શન આપી હતી, ‘કોઈ પ્રસંગ નથી, કોઈ માર્કેટિંગ એજન્ડા નથી, કંઈ નવું પણ નથી લૉન્ચ થઈ રહ્યું. આ તો બસ, તેના પ્રત્યેની મારી લાગણી છે જે હું દરેકની સાથે શૅર કરવા માગું છું. રણવીર સિંહને પ્રેમ કરવા માટે હું બન્યો છું. તે જેવો વ્યક્તિ છે, તેનામાં જે પ્રેમ છલોછલ ભર્યો છે, તે જેને પણ મળે છે તેમને સ્પેશ્યલ અનુભવ કરાવે છે. તે લોકો પર પ્રેમ વરસાવે છે એ તેની પ્રતિભાને દેખાડે છે. દરેક નાનામાં નાની બાબતને તે એક્સપ્રેસ કરે છે. મારી ફિલ્મમાં કામ કરતી વખતે મેં તેનું નજીકથી અને દૂરથી નિરીક્ષણ કર્યું છે કે તે કેટલો સૉલિડ વ્યક્તિ છે. એક કલાકાર તરીકે તેનામાં એક અનોખાપણું છે, પરંતુ એ જ વસ્તુને અમે અમારી ફિલ્મમાં ખૂબ સુંદરતાથી રજૂ કરી છે. એથી તેણે મંજૂરી આપી. વ્યક્તિગત રીતે અનેક વખતે હું તેના જોશની ઉદારતાથી પ્રભાવિત થયો હતો. આઇ લવ યુ રણવીર. તારી અંદરના ‘સારા બાળક’ને કદી પણ ગુમાવવા ન દેતો જેને તેં મોટો કર્યો છે.’


Whatsapp-channel Whatsapp-channel

06 August, 2022 12:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK