Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મમ્મીના સપોર્ટ વગર સિંગલ પેરન્ટ બનવાનો નિર્ણય ન લઈ શક્યો હોત કરણ જોહર

મમ્મીના સપોર્ટ વગર સિંગલ પેરન્ટ બનવાનો નિર્ણય ન લઈ શક્યો હોત કરણ જોહર

20 June, 2022 03:08 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રુહી અને યશ નામનાં બે બાળકોનો કરણ સિંગલ પેરન્ટ છે

કરણ જોહર બાળકો સાથે

Father`s Day

કરણ જોહર બાળકો સાથે


‍કરણ જોહરનું કહેવું છે કે તેની મમ્મી હીરુ જોહરના સપોર્ટ વગર સિંગલ પેરન્ટ બનવાનો નિર્ણય તે ન લઈ શક્યો હોત. રુહી અને યશ નામનાં બે બાળકોનો કરણ સિંગલ પેરન્ટ છે. ૨૦૧૭માં તે સરોગસીથી પિતા બન્યો હતો. ગઈ કાલે ફાધર્સ ડે નિમિત્તે તેણે સિંગલ પેરન્ટ બનવાના પોતાના નિર્ણય પાછળ તેની મમ્મીના સપોર્ટને શ્રેય આપ્યું. પોતાનાં બાળકો સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરણે કૅપ્શન આપી હતી, ‘આ નિર્ણય હું ન લઈ શક્યો હોત જો મારા માથે મારી માનો હાથ, તેનો પ્રેમ, સમય અને સપોર્ટ ન હોત. એક દિવસ પણ એવો નથી ગયો કે મેં યશ અને રુહીને મારી લાઇફમાં લાવવા માટે યુનિવર્સનો આભાર ન માન્યો હોય. હૅપી ફાધર્સ ડે ટુ મી અને તમામ સિંગલ પેરન્ટ્સને. પોષણ માટે બેની જરૂર નથી હોતી, પરંતુ જરૂર હોય છે તો માત્ર એક મક્કમ દિલની. હું જાણું છું મારું દિલ એવું છે.’


Whatsapp-channel Whatsapp-channel

20 June, 2022 03:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK