Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કેમ સેલેબ્સ સામે હાથ જોડી રહ્યો છે કરણ જોહર? જુઓ વીડિયો

કેમ સેલેબ્સ સામે હાથ જોડી રહ્યો છે કરણ જોહર? જુઓ વીડિયો

29 June, 2022 04:10 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કરણ જોહર હાથ જોડીને તેમને શૉમાં આવવા માટે મનાવી રહ્યો છે. પોતાની મિત્રતાના સમ આપી રહ્યો છે તો જૂની મહેરબાનીઓ પણ ગણાવી તેમ છતાં કરણ જોહરને તેમના તરફથી ના સાંભળવા મળી રહી છે

કરણ જોહર (તસવીર સૌજન્ય મિડ-ડે)

કરણ જોહર (તસવીર સૌજન્ય મિડ-ડે)


Koffee With Karan 7 New Promo: કૉફી વિદ કરણ સીઝન 7 ઘણો વખતથી ચર્ચામાં છે. આ શૉની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં કરણ જોહરે (Karan Johar)આની જાહેરાત પણ કરી દીધી છે. પણ શું ખરેખર આ શૉમાં આવવા માટે કોઈપણ સ્ટાર તૈયાર નથી. કરણ જોહર હાથ જોડીને તેમને શૉમાં આવવા માટે મનાવી રહ્યો છે. પોતાની મિત્રતાના સમ આપી રહ્યો છે તો જૂની મહેરબાનીઓ પણ ગણાવી તેમ છતાં કરણ જોહરને તેમના તરફથી ના સાંભળવા મળી રહી છે. તમને પણ વિશ્વાસ નથી થઈ રહ્યો ને? હકિકતે કરણ જોહરે તાજેતરમાં જ પોતાનો એક વીડિયો શૅર કરી જણાવ્યું છે.

કરણ જોહરે શૅર કર્યો રસપ્રદ વીડિયો
ફિલ્મમેકર કરણ જોહરે ફરી એકવાર રસપ્રદ વીડિયો શૅર કરી જણાવ્યું છે કે તે ટીવી જગતનો પણ રાજા છે. કૉફી વિદ કરણ 7 (Kofee with Karan 7)ને પ્રમોટ કરવાનો આ અંદાજ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોમાં કરણ પોતાના અને પોતાના ચેટ શૉના ખૂબ જ વખાણ કરતો દેખાય છે અને કહે છે કે બધાં તેના શૉમાં આવવા માટે આતુર છે પણ પછી બીજી જ ક્ષણે તે ફોન પર સેલેબ્સને મનાવતો જોવા મળે છે તેમને રિક્વેસ્ટ કરતો દેખાય છે અને તેમ છતાં તેને ના જ સાંભળવા મળે છે.



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Karan Johar (@karanjohar)


જો કે, આ તો મસ્તી મોડમાં બનાવવામાં આવેલો વીડિયો છે પણ એ વાત સાચ્ચી છે કે કેટલાક સ્ટાર્સને આ શૉ બિલકુલ પસંદ નથી તો કેટલાક સેલેબ્સ એવા પણ છે જે આમાં ડેબ્યૂ અને દર વર્ષે આ શૉમાં દેખાવા માટે આતુરતાથી રાહ જોતા હોય છે. આ વખતે કોણ-કોણ આ શૉમાં ગેસ્ટ તરીકે આવશે આને લઈને અટકળો લગાડવામાં આવી રહી છે. આ વખતે કૉફી વિદ કરણ 7માં વિજય દેવરકોંડા, અનન્યા પાંડે, રશ્મિકા મંદાના, અલ્લૂ અર્જુન, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી સાથે જોવા મળી શકે છે. તો આલિયા અને રણબીર કપૂર પણ આ શૉમાં આવવાના સમાચાર છે.


Whatsapp-channel Whatsapp-channel

29 June, 2022 04:10 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK