Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફરી પાછો ભોળાનાથના રોલમાં દેખાશે અક્ષયકુમાર

ફરી પાછો ભોળાનાથના રોલમાં દેખાશે અક્ષયકુમાર

16 June, 2024 09:20 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અગાઉ પણ તેણે ગયા વર્ષે રિલીઝ થયેલી ‘OMG 2’માં ભોળાનાથની ભૂમિકા ભજવી હતી

ભોળાનાથના રોલમાં અક્ષયકુમાર

ભોળાનાથના રોલમાં અક્ષયકુમાર


સાઉથ ઇન્ડિયન ફિલ્મ ‘કન્નપ્પા’નું ટીઝર શુક્રવારે રિલીઝ થયું છે. આ ફિલ્મ સાઉથની વિવિધ ભાષાની સાથોસાથ હિન્દીમાં પણ રિલીઝ થશે. આ ફિલ્મમાં અક્ષયકુમાર ફરી પાછો શંકર ભગવાનના રોલમાં દેખાવાનો છે. અગાઉ પણ તેણે ગયા વર્ષે રિલીઝ થયેલી ‘OMG 2’માં ભોળાનાથની ભૂમિકા ભજવી હતી. ‘કન્નપ્પા’માં મોહનલાલ, પ્રભાસ, કાજલ અગરવાલ, મોહન બાબુ અને સરત કુમાર લીડ રોલમાં છે. આ ફિલ્મની ઍક્શન-સીક્વન્સ હૉલીવુડના ઍક્શન-ડિરેક્ટરે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મની સ્ટોરી આપણા ઇતિહાસ પર આધારિત છે. ફિલ્મમાં આપણી સંસ્કૃતિ અને પરંપરાની ઝલક પણ એમાં જોવા મળશે અને એ લોકોને જોડી રાખશે. આ ફિલ્મનું ટીઝર તાજેતરમાં પૂરા થયેલા કાન ફિલ્મ-ફેસ્ટિવલમાં રિલીઝ થયું હતું.


Whatsapp-channel Whatsapp-channel

16 June, 2024 09:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK