° °

આજનું ઇ-પેપર
Friday, 18 June, 2021


કંગના બનશે તવાયફ

25 December, 2012 04:03 AM IST |

કંગના બનશે તવાયફ

કંગના બનશે તવાયફ
કંગના હવે સ્ક્રીન પર મેકઓવર કરવાના મૂડમાં હોય એવું લાગે છે. એટલે જ તેણે લેખકમાંથી ફિલ્મમેકર બનેલા વિશ્વાસ પાટીલની ફિલ્મમાં તવાયફનો રોલ કરવાની હા ભણી દીધી છે. જોકે એમ કરવા માટે આખા પ્રોજેક્ટમાં ખૂબબધા મેકઓવર કરવા પડશે.

જ્યારે ‘રજ્જો’માં કંગનાની એન્ટ્રી થઈ ત્યારે વિશ્વાસ પાટીલની ફિલ્મ ઑલમોસ્ટ પૂરી થવામાં હતી. જોકે હવે સ્ટોરીને બરાબર વણવા માટે ફિલ્મનો કેટલોક ભાગ રી-શૂટ કરવો પડશે એવી વાતો ચર્ચાઈ રહી છે. એ માટે ફિલ્મના અન્ય કલાકારોને નવેસરથી તારીખો આપવાનું કહેવામાં આવ્યું છે.

કંગના તવાયફના રોલમાં છે ને એ માટે તે ભરપૂર તૈયારીઓ કરી રહી છે. મુજરાની તાલીમ લઈ રહી છે. તેના પાત્ર માટે ડિરેક્ટરે મુંબઈના રેડલાઇટ એરિયાની મુલાકાત લઈને રિસર્ચ પણ કરી છે.

થોડુંક વિચિત્ર લાગે એવું છે કે જે ફિલ્મ છ મહિના પહેલાં શૂટ થઈ ગઈ છે એ અચાનક જ એક કલાકારના ચેન્જ થવાથી નવેસરથી શૂટ થઈ રહી છે. કદાચ ફિલ્મમાં કંગનાને લેવા માટે થઈને આટલાંબધાં પરિવર્તનો કરીને એનું સ્તર ઊંચું લાવવાની ફિલ્મ બનાવનારાઓની ગણતરી હશે. કદાચ એટલે જ ફિલ્મની મુખ્ય હિરોઇન જ બદલી નાખી છે. બંગાળી ઍક્ટ્રેસ તનુશ્રી ચક્રવર્તીને તવાયફના રોલમાં લઈને આ પહેલાં ૯૦ ટકા ફિલ્મ શૂટ થઈ ચૂકી હતી. હવે તેના સ્થાને કંગનાને લઈને ફરીથી બધું શૂટિંગ કરવામાં આવશે. ફિલ્મમાં મહેશ માંજરેકર અને દલિપ તાહિલ પણ છે. મહેશ માંજરેકર વ્યંડળનો રોલ કરવાના છે. તેમણે ફિલ્મ માટે સલવાર-કમીઝ કે સાડી પહેરીને ભભકાદાર મેક-અપ કયોર્ છે. મહેશ માંજરેકરને આ પાત્ર ભજવવામાં કોઈ છોછ પણ નથી. દલિપ તાહિલ એક વિવાહિત માણસના રોલમાં છે જેને વ્યંડળ સાથે અફેર છે.


25 December, 2012 04:03 AM IST |

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

ટોટલ ટાઇમપાસઃ એક ક્લિકમાં વાંચો બૉલિવૂડ ન્યુઝ

ફિલ્મમેકર્સની સમોસા પાર્ટી, હનીમૂન એન્જૉય કરી રહી છે એવલિન શર્મા અને વધુ સમાચાર

18 June, 2021 12:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

સ્કૂલ બિલ્ડિંગ માટે એક કરોડ રૂપિયાનું દાન કર્યું અક્ષયકુમારે

કાશ્મીરમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી અક્ષયકુમારે

18 June, 2021 12:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

કરીના કપૂર ખાનનો વિરોધ કર્યો બજરંગ દળે

અભિનેત્રીને એક ફિલ્મ માટે સીતાનું પાત્ર ઑફર કરવામાં આવ્યું હોવાની વાતને લઈને એ ફિલ્મ વિશે બજરંગ દળે વિરોધ નોંધાવ્યો છે

18 June, 2021 12:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK