Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બાળપણમાં કંગના રનોટને તેની ફૅમિલી ઇન્દિરા ગાંધી કહેતી હતી

બાળપણમાં કંગના રનોટને તેની ફૅમિલી ઇન્દિરા ગાંધી કહેતી હતી

20 September, 2022 03:38 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મ ‘ઇમર્જન્સી’માં તે ઇન્દિરા ગાંધીના રોલમાં દેખાવાની છે

કંગના રનોટ

કંગના રનોટ


કંગના રનોટનું કહેવું છે કે બાળપણમાં મારી ફૅમિલી મને ઇન્દિરા ગાંધી કહીને બોલાવતી હતી. ફિલ્મ ‘ઇમર્જન્સી’માં તે ઇન્દિરા ગાંધીના રોલમાં દેખાવાની છે. આ ફિલ્મને તે ડિરેક્ટ પણ કરી રહી છે. ૧૯૭૫માં દેશમાં લગાડાયેલી ઇમર્જન્સી પર આ ફિલ્મ આધારિત છે. આ ફિલ્મમાં તેની સાથે અનુપમ ખેર, શ્રેયસ તલપડે, મહિમા ચૌધરી અને મિલિંદ સોમણ પણ જોવા મળશે. પોતાનો બાળપણનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને કંગનાએ કૅપ્શન આપી હતી, ‘આ એક અજીબ વસ્તુ છે કે હું જ્યારે મોટી થઈ રહી હતી ત્યારે મારાં ઘણાં સગાંવહાલાં મને ઇન્દિરા ગાંધી કહીને બોલાવતાં હતાં. કદાચ મારી હેરસ્ટાઇલને કારણે મને એમ કહીને બોલાવતાં હશે. હું કોઈને પણ ફૉલો નહોતી કરતી. નાની હતી ત્યારે હું જાતે જ બાર્બર પાસે જતી અને તેને હેરકટ માટે સલાહ આપતી હતી. મને શૉર્ટ હેર ગમતા હતા એને કારણે કેટલાય લોકો મજાક પણ કરતા હતા. મારા અન્કલ જે આર્મીમાં હતા તેઓ મને ઇન્દિરા ગાંધી કહીને બોલાવતા હતા.’

મથુરા પહોંચી કંગના રનોટ




કંગના રનોટ તેના પરિવાર સાથે બાંકે બિહારીનાં દર્શન માટે મથુરા ગઈ છે. અગાઉ પણ તે રાધા-કૃષ્ણનાં દર્શન કરવા ગઈ હતી અને તે વૃંદાવન પણ ગઈ હતી, જ્યાં તેણે પરિવાર સાથે મળીને વિધિવત્ પૂજા-અર્ચના કરી હતી. ત્યાર બાદ તેને શાલ અને ફૂલહાર પહેરાવીને ઠાકુરજીનાં અંગવસ્ત્રો ભેટ આપવામાં આવ્યા હતાં. મંદિરમાં તેની આસપાસ ખાસ્સી ભીડ જામી હતી.


Whatsapp-channel Whatsapp-channel

20 September, 2022 03:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK