તેનું કહેવું છે કે તે સૌથી વધુ ટૅક્સ ભરે છે છતાં તેને બાકી રહેલી રકમ પર સરકારે વ્યાજ પણ ચાર્જ કર્યું છે
કંગના રનોટ
કંગના રનોટે જણાવ્યું કે મારી પાસે કામ ન હોવાથી ગયા વર્ષનો ઇન્કમ-ટૅક્સ અડધો હજી ભરવાનો બાકી છે. તેનું કહેવું છે કે તે સૌથી વધુ ટૅક્સ ભરે છે છતાં તેને બાકી રહેલી રકમ પર સરકારે વ્યાજ પણ ચાર્જ કર્યું છે. એ વિશેની માહિતી ઇન્સ્ટાસ્ટોરી પર આપતાં કંગના રનોટે લખ્યું હતું કે ‘હું હાઇએસ્ટ ટૅક્સ-સ્લૅબમાં આવતાં મારી ઇન્કમનો ૪૫ ટકા ભાગ ટૅક્સ તરીકે ચૂકવું છું. હું સૌથી વધુ ટૅક્સ ભરનાર ઍક્ટ્રેસ છું. કામ ન હોવાને લીધે મેં ગયા વર્ષે અડધો જ ટૅક્સ ભર્યો હતો. લાઇફમાં પહેલી વખત એવું બન્યું છે ટૅક્સ ભરવામાં હું મોડી પડી છું. એ બાકી રહેલા ટૅક્સ પર સરકારે ઇન્ટરેસ્ટ ચાર્જ કર્યો છે. જોકે આ પહેલનું હું સ્વાગત કરું છું. સમય આપણા માટે કપરો છે. આપણે સાથે મળીને આ આકરા સમયનો સામનો કરીશું.’