Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ૧૯૭૫માં લાગેલી ઇમર્જન્સી સંબંધી ન્યુઝની ઝલક દેખાડતાં ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની પ્રશંસા કરી કંગનાએ

૧૯૭૫માં લાગેલી ઇમર્જન્સી સંબંધી ન્યુઝની ઝલક દેખાડતાં ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની પ્રશંસા કરી કંગનાએ

26 June, 2022 06:49 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૯૭૫માં લાગેલી ઇમર્જન્સી સંબંધી ન્યુઝ ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરતાં કંગનાએ ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની પ્રશંસા કરી છે.

કંગના રનૌત

કંગના રનૌત


૧૯૭૫માં લાગેલી ઇમર્જન્સી સંબંધી ન્યુઝ ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરતાં કંગનાએ ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની પ્રશંસા કરી છે. કંગના ‘ઇમર્જન્સી’ ફિલ્મમાં ઇન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં ૧૯૭૫માં લાગેલી ઇમર્જન્સી પર પ્રકાશ પાડવામાં આવશે. ૧૯૭૫ની પચીસમી જૂને દેશમાં ઇમર્જન્સી લાગુ કરવામાં આવી હતી. આજે મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. એ સ્થિતિ પર કટાક્ષ કરતાં ૧૯૭૫માં લાગેલી ઇમર્જન્સીના સમાચારની એક ક્લિપ ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને કંગનાએ કૅપ્શન આપી હતી, ‘હાલમાં જે ઘટનાઓ ઘટી છે એ હાંસીને પાત્ર છે. આજના દિવસે એ વખતે જ્યારે ઇમર્જન્સી જાહેર કરવામાં આવી હતી ત્યારે એનાં પરિણામ શું આવ્યાં હતાં. એ વખતે કેન્દ્રમાં વિશ્વની સૌથી શક્તિશાળી મહિલા હતી. આ ફિલ્મ પોતાનામાં જ ભવ્ય રીતે બનાવવાને યોગ્ય છે. આવતા વર્ષે ‘ઇમર્જન્સી’ને લઈને થિયેટર્સમાં મળીશું.’


Whatsapp-channel Whatsapp-channel

26 June, 2022 06:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK