Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઝોમૅટોના ડિલિવરી મૅનને ન્યાય અપાવવાની તરફેણ કરી આ સેલેબ્સે

ઝોમૅટોના ડિલિવરી મૅનને ન્યાય અપાવવાની તરફેણ કરી આ સેલેબ્સે

16 March, 2021 02:33 PM IST | Mumbai
Pratik Ghogare

પરિણીતી ચોપડા બાદ ઝોમૅટોના ડિલિવરી મૅનને ન્યાય અપાવવાની તરફેણ કરી કામ્યા પંજાબી અને રૉનિત રૉયે

કામ્યા પંજાબી

કામ્યા પંજાબી


પરિણીતી ચોપડાએ ઝોમૅટોના ડિલિવરી મૅનને ન્યાય અપાવવાની અપીલ કર્યા બાદ હવે કામ્યા પંજાબી અને રૉનિત રૉયે પણ તેને ન્યાય મળે એવી વિનંતી કરી છે. બૅન્ગલોરમાં રહેતી હિતેશા ચન્દ્રાણી નામની એક મહિલાએ આરોપ કર્યો હતો કે તેના ઘરે ફૂડ ડિલિવર કરવા આવેલા ડિલિવરી મૅન કામરાજે તેના પર હુમલો કરીને તેને ઈજાગ્રસ્ત કરી છે. હિતેશાએ સોશ્યલ મીડિયામાં વિડિયો શૅર કરીને કામરાજ પર આરોપ મઢ્યા હતા. ત્યાર બાદ કામરાજની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ ઘટનામાં પરિણીતીએ સત્ય વહેલાસર બહાર આવે એવી અપીલ કરી હતી. એને જોતાં હવે ટ્વિટર પર કામ્યાએ ટ્વીટ કર્યું હતું કે ‘આંખો ઘણુંખરું કહી જાય છે. મને એવું લાગે છે કે ઝોમૅટોનો ડિલિવરી મૅન કામરાજ નિર્દોષ છે અને મને આશા છે કે તેને ન્યાય મળશે. ઝોમૅટો, પ્લીઝ તમે તેને નોકરીમાંથી ન કાઢતા.’
ત્યાર બાદ ટ્વિટર પર રૉનિત રૉયે ટ્વીટ કર્યું હતું કે ‘મને પૂરી માહિતી નથી કે ઝોમૅટોના ડિલિવરી મૅન અને તે મહિલા વચ્ચે શું ઘટના ઘટી છે. જોકે હું એટલું જરૂર કહીશ કે કામરાજને ન્યાય મળે. આશા રાખું છું કે તેને જલદી ન્યાય મળે.’


Whatsapp-channel Whatsapp-channel

16 March, 2021 02:33 PM IST | Mumbai | Pratik Ghogare

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK