Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા કમલ હાસન

હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા કમલ હાસન

05 December, 2021 03:14 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેમને કોરોના થતાં ચેન્નઈના શ્રી રામચન્દ્ર મેડિકલ સેન્ટરમાં તેમની સારવાર ચાલી રહી હતી

કમલ હાસન

કમલ હાસન


કમલ હાસનને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા બાદ તેમણે સૌનો આભાર માન્યો છે. તેમને કોરોના થતાં ચેન્નઈના શ્રી રામચન્દ્ર મેડિકલ સેન્ટરમાં તેમની સારવાર ચાલી રહી હતી. કમલ હાસને હૉસ્પિટલના નર્સિંગ સ્ટાફ અને ડૉક્ટરનો આભાર માન્યો છે. સાથે જ તેમણે તામિલનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિન, રજનીકાન્ત, સંગીતકાર ઇલિયારાજા, સાઉથના ઍક્ટર્સ, તેમની આગામી ફિલ્મ ‘વિક્રમ’ના ડિરેક્ટર લોકેશનો આભાર માન્યો છે. તેમણે સાઉથના ‘બિગ બૉસ’ના યુનિટનો પણ સાથ-સહકાર આપવા બદલ આભાર માન્યો છે. કમલ હાસને કહ્યું કે ‘મારા ભાઈ મહેન્દ્રન અને મારી ટીમનો દિલથી આભાર જેમણે મારી કાળજી લેવા માટે જમવાનું અને ઊંઘ છોડી દીધી હતી. તામિલના લાખો લોકોનો પણ હું દિલથી ધન્યવાદ વ્યક્ત કરું છું જેમણે મને પોતાનો સમજ્યો, મારા માટે આંસુ વહાવ્યાં અને મારા માટે પ્રાર્થના કરી. મને જાણ નહોતી કે પ્રાર્થનામાં અસર હોય છે. જોકે હા પ્રેમમાં તકાત હોય છે. હું કોરોનામાંથી બહાર આવી ગયો તો એ તમારો પ્રેમ નહોતો તો શું હતું?’


Whatsapp-channel Whatsapp-channel

05 December, 2021 03:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK