Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દિલ તો પાગલ હૈમાં કામ કરવામાં ઈગો અને ઇન્સિક્યૉરિટી નડ્યાં હતાં જુહી ચાવલાને

દિલ તો પાગલ હૈમાં કામ કરવામાં ઈગો અને ઇન્સિક્યૉરિટી નડ્યાં હતાં જુહી ચાવલાને

06 July, 2024 12:49 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જુહી ચાવલાએ પોતાનાં ઈગો અને ઇન્સિક્યૉરિટીને કારણે ‘દિલ તો પાગલ હૈ’માં કામ કરવાની ના પાડી દીધી હતી

જુહી ચાવલા

જુહી ચાવલા


જુહી ચાવલાએ પોતાનાં ઈગો અને ઇન્સિક્યૉરિટીને કારણે ‘દિલ તો પાગલ હૈ’માં કામ કરવાની ના પાડી દીધી હતી. યશ ચોપડાની એ ફિલ્મની તેણે ના પાડતાં એ રોલ બાદમાં કરિશ્મા કપૂરને મળ્યો હતો. એ ફિલ્મમાં તેના પર્ફોર્મન્સ માટે કરિશ્માને નૅશનલ અવૉર્ડ મળ્યો હતો. એ ફિલ્મમાં શાહરુખ ખાન અને માધુરી દી‍ક્ષિત નેને પણ જોવા મળ્યાં હતાં. જુહી ચાવલા અને માધુરીએ કરીઅરની શરૂઆત સાથે કરી હતી. બન્નેએ કરીઅર દરમ્યાન અનેક હિટ ફિલ્મો આપી હતી. બન્ને તેમના સમયની ટોચની ઍક્ટ્રેસ હતી. ‘દિલ તો પાગલ હૈ’ વિશે જુહી ચાવલા કહે છે, ‘યશજી સાથે ‘ડર’માં કામ કર્યા બાદ તેઓ ‘દિલ તો પાગલ હૈ’ બનાવવા માગતા હતા અને તેમને માધુરી દીક્ષિત નેને સાથે કામ કરવાની ઇચ્છા હતી. તેમણે મને કહ્યું કે મારે એ ફિલ્મનો બીજો રોલ કરવો જોઈએ. તો મને વિચાર આવ્યો કે બીજો રોલ શું કામ? મારામાં થોડી ઇન્સિક્યૉરિટી હતી અને ઈગોનો પ્રૉબ્લેમ હતો એથી મેં એ ફિલ્મમાં કામ ન કર્યું.’ 


Whatsapp-channel Whatsapp-channel

06 July, 2024 12:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK