કલ્કિ 2989 AD કરતાં આગળ ન નીકળી, પણ સ્ત્રી 2ને પાછળ છોડી : બધી ભાષામાં મળીને શુક્રવારે ૭૮ કરોડ રૂપિયાની આસપાસ કલેક્શન થયું
જુનિયર NTR, જાહ્નવી કપૂર અને સૈફ અલી ખાનને ચમકાવતી મૂળ તેલુગુ ફિલ્મ ‘દેવરા : પાર્ટ 1’
જુનિયર NTR, જાહ્નવી કપૂર અને સૈફ અલી ખાનને ચમકાવતી મૂળ તેલુગુ ફિલ્મ ‘દેવરા : પાર્ટ 1’ પહેલા દિવસના બિઝનેસમાં ‘સ્ત્રી 2’ને પાછળ છોડીને નંબર ટૂ બની ગઈ છે. ‘દેવરા’એ પહેલા દિવસે એટલે કે શુક્રવારે ભારતમાં ૭૮ કરોડ રૂપિયા જેટલું નેટ કલેક્શન મેળવ્યું છે. કોઈ પણ ભારતીય ફિલ્મ માટે આ સેકન્ડ-બિગેસ્ટ ઓપનિંગ છે. પહેલા નંબરે ‘કલ્કિ 2989 AD’ છે જેણે પ્રથમ દિવસે ૯૫ કરોડ રૂપિયાનું નેટ કલેક્શન મેળવ્યું હતું. ‘સ્ત્રી 2’ પ્રથમ દિવસના ૫૪.૩૫ કરોડ રૂપિયાના નેટ કલેક્શન સાથે હવે ભારતીય ફિલ્મોમાં ત્રીજા નંબરે છે.
‘દેવરા’નું મોટા ભાગનું કલેક્શન તેલુગુ ઑડિયન્સમાંથી આવ્યું છે. આંધ્ર પ્રદેશ અને તેલંગણમાં આ ફિલ્મે શુક્રવારે ૬૮.૬ કરોડ રૂપિયા જેટલું નેટ કલેક્શન કર્યું છે જ્યારે હિન્દીમાં એની કમાણી માત્ર ૭.૯૫ કરોડ રૂપિયા જેટલી થઈ છે. તામિલ, કન્નડા અને મલયાલમમાં અનુક્રમે ૦.૮ કરોડ, ૦.૩ કરોડ અને ૦.૩ કરોડ રહ્યું છે.
‘દેવરા’ જોતી વખતે જુનિયર NTRનો ફૅન હાર્ટ-અટૅકથી મૃત્યુ પામ્યો
ADVERTISEMENT
શુક્રવારે ‘દેવરા : પાર્ટ 1’નો પહેલવહેલો શો જોતી વખતે આંધ્ર પ્રદેશના કડપા શહેરમાં એક ફૅન હાર્ટ-અટૅકથી ગુજરી ગયો હોવાના સમાચાર આવ્યા છે. મસ્તાન વલી નામનો આ ફૅન ફિલ્મ જોતી વખતે ઉત્સાહપૂર્વક ચિઅર કરીને મિત્રો સાથે ફિલ્મ જોઈ રહ્યો હતો ત્યારે ઢળી પડ્યો હતો અને બેભાન થઈ ગયો હતો. મિત્રો તેને તરત હૉસ્પિટલમાં લઈ ગયો હતો જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ડૉક્ટરોએ કહ્યું હતું કે તેનું મૃત્યુ હાર્ટ-અટૅકથી થયું હતું.