જૉન એબ્રાહમનું કહેવું છે કે તેને રેગ્યુલર ફિલ્મોને પ્રોડ્યુસ કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. તેણે ‘વિકી ડોનર’ દ્વારા ફિલ્મ પ્રોડ્યુસ કરવાની શરૂઆત કરી હતી.

એકસરખી ફિલ્મોને પ્રોડ્યુસ કરવામાં નથી માનતો જૉન
જૉન એબ્રાહમનું કહેવું છે કે તેને રેગ્યુલર ફિલ્મોને પ્રોડ્યુસ કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. તેણે ‘વિકી ડોનર’ દ્વારા ફિલ્મ પ્રોડ્યુસ કરવાની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેણે ઘણી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે. ‘અટૅક’ને જયંતીલાલ ગડા, જૉન એબ્રાહમ અને અજય કપૂર દ્વારા મળીને પ્રોડ્યુસ કરવામાં આવી છે જેને લક્ષ્ય રાજ આનંદે ડિરેક્ટ કરી છે. પહેલી એપ્રિલે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મ વિશે જૉને કહ્યું કે ‘મેં જે રીતે ફિલ્મો પ્રોડ્યુસ કરી છે એ મુજબ મારે એકદમ અલગ ફિલ્મો પ્રોડ્યુસ કરવી છે. ‘વિકી ડોનર’થી ‘મદ્રાસ કાફે’, ‘પરમાણુ’થી ‘બાટલા હાઉસ’ દરેક ફિલ્મો અલગ પ્રકારની છે. કંઈક નવું કરવામાં તમે નિષ્ફળ રહો તો વાંધો નહીં, કારણ કે તમે કોશિશ તો કરી છે. આ જ વિચાર સાથે ‘અટૅક’ બનાવવામાં આવી છે.’