Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કજરા રે માટે અવાજ આપવા મેં કિશોરકુમારનાં ઘણાં ગીતો સાંભળ્યાં હતાં

કજરા રે માટે અવાજ આપવા મેં કિશોરકુમારનાં ઘણાં ગીતો સાંભળ્યાં હતાં

06 March, 2021 03:26 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કજરા રે માટે અવાજ આપવા મેં કિશોરકુમારનાં ઘણાં ગીતો સાંભળ્યાં હતાં

જાવેદ અલી

જાવેદ અલી


‘ઇન્ડિયન પ્રો મ્યુઝિક લીગ’ના શોમાં સિંગર જાવેદ અલીએ જણાવ્યું હતું કે ‘બંટી ઔર બબલી’નું ‘કજરા રે’ ગીત ગાવા પહેલાં તેણે કિશોરકુમારનાં ઘણાં ગીતો સાંભળ્યાં હતાં. ૨૬ ફેબ્રુઆરીએ આ રિયલિટી શો ઝી ટીવી પર શરૂ થયો છે. આવનારા એપિસોડમાં ગુજરાત રૉકર્સ અને મુંબઈ વૉરિયર્સ વચ્ચે ઘમસાણ થવાનું છે. ગુજરાત રૉકર્સના કૅપ્ટન જાવેદ અલીએ ‘કજરા રે’ ગીત ગાઈને લોકોને ખૂબ નચાવ્યા હતા. આ ગીતની સાથે જોડાયેલી ઇન્ટરેસ્ટિંગ બાબત વિશે જાવેદ અલીએ કહ્યું હતું કે ‘એ સમયમાં હું ગીતોના ડેમો રેકૉર્ડ કરતો હતો. એક દિવસ મને શંકર મહાદેવનનો કૉલ આવ્યો હતો અને મને રેકૉર્ડિંગ કરવા બોલાવ્યો હતો. જોકે મને જ્યારે જાણ થઈ કે આ ગીત અમિતાભ બચ્ચન પર પિક્ચરાઇઝ થવાનું છે તો મને તો એ વાતની પૂરી ખાતરી હતી કે હું એ માટે સિલેક્ટ નહીં થાઉં, કારણ કે મારો અવાજ તેમની સાથે મૅચ નહીં થાય. જોકે કહેવાય છે કે જો તમે મહેનત કરો તો એનું ફળ તમને અચૂક મળે છે, ખરુંને? મેં પણ ખૂબ મહેનત કરી. અમિતાભ બચ્ચન માટે કિશોરકુમારે ગાયેલાં કેટલાંક ગીતોને મેં સાંભળવાનું શરૂ કર્યું. મેં ભરપૂર પ્રૅક્ટિસ કરી અને આવી રીતે મને ‘કજરા રે’ ગીત મળી ગયું હતું. હું જાણતો હતો કે હું તો માત્ર ડેમો જ રેકૉર્ડ કરું છું અને મેકર્સે એને અપ્રૂવ કરવાનો હોય છે. થોડા દિવસો બાદ હું જ્યારે શંકર-એહસાન-લૉય સાથે શોમાં પર્ફોર્મ કરતો હતો તો એહસાને મારી પાસે આવીને જણાવ્યું કે એ ગીત ખૂબ જ સરસ છે. આદિત્ય ચોપડા સરની ઇચ્છા છે કે એ ગીત હું રેકૉર્ડ કરું. શો પૂરો થયા બાદ તરત જ અમે સ્ટુડિયો પહોંચ્યા. ગીત રેકૉર્ડ કર્યું અને વિશ્વાસ કરો, એ ગીત મેં માત્ર ૨૦ મિનિટની અંદર જ રેકૉર્ડ કર્યું હતું.’


Whatsapp-channel Whatsapp-channel

06 March, 2021 03:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK