Javed Akhtar Against Kangana Ranaut: અભિનેત્રીની અરજી નકારી કાઢવામાં આવી હોવા છતાં, તેણી વિવિધ તારીખો પર આ કોર્ટમાં હાજર રહી નથી
જાવેદ અખ્તર અને કંગના રનૌતની ફાઇલ તસવીર
કી હાઇલાઇટ્સ
- જાવેદ અખ્તરના વકીલ જય ભારદ્વાજના જણાવ્યા અનુસાર કંગના કોર્ટમાં હાજર થઈ નહોતી
- અખ્તરના વકીલે કહ્યું કે આરોપીએ વારંવાર કોર્ટની કાર્યવાહીમાં અજાણતામાં વિલંબ કર્યો છે
- હવે અભિનેત્રી 9 સપ્ટેમ્બર 2024ના રોજ હાજર થશે
કંગના રનૌતને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે બોલિવૂડનાં જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે શનિવારે કોર્ટમાં સતત બિન-હાજર રહેવા બદલ કંગના રનૌત વિરુદ્ધ (Javed Akhtar Against Kangana Ranaut) બિનજામીનપાત્ર વોરંટ જારી કરવાની માંગ કરતી અરજી દાખલ કરી છે.
કંગના રનૌતને કોર્ટમાં થવાનું હતું હાજર
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે કંગના રનૌતને 20 જુલાઈ શનિવારના રોજ કોર્ટમાં હાજર થવાનું હતું પરંતુ જાવેદ અખ્તરના વકીલ જય ભારદ્વાજના જણાવ્યા અનુસાર કંગના કોર્ટમાં હાજર થઈ નહોતી અને તેણે રજા માંગી હતી. પણ મળતા અહેવાલો અનુસાર કોર્ટે અભિનેત્રીની અરજી ફગાવી દીધી હતી અને તેને કોર્ટમાં આવવા જણાવ્યું હતું તેમ હોવા છતાં અભિનેત્રી કોર્ટમાં હાજર થઈ નહોતી. તમને જણાવી દઈએ કે કંગના રનૌત વિરુદ્ધ 1 માર્ચ 2021ના રોજ કંગના જામીન વોરંટ પણ જારી (Javed Akhtar Against Kangana Ranaut) કરવામાં આવ્યું હતું. જોકે કંગનાએ તેને કેન્સલ કરવી નાખ્યું હતું.
અખ્તરનાં વકીલે શું કહ્યું?
તમને જણાવી દઈએ કે કંગના હાજર થઈ નહોતી માટે તે બદલ ભારદ્વાજે ધ્યાન દોરતા જણાવ્યું હતું કે "આરોપી (રણૌત)ની અરજી નકારી કાઢવામાં આવી હોવા છતાં, તેણી વિવિધ તારીખો પર આ કોર્ટમાં હાજર રહી નથી અને મુક્તિ દાખલ કરી છે અને 1 માર્ચ, 2021ના રોજ તેની સામે જામીનપાત્ર વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું"
શનિવારે સુનાવણી દરમિયાન આ રીતે અખ્તરના વકીલે રજૂઆત કરી હતી કે આરોપીએ વારંવાર કોર્ટની કાર્યવાહીમાં અજાણતામાં વિલંબ કરવાનો પ્રયાસ કર્યો છે અને આરોપીની હાજરી સુરક્ષિત કરવા માટે એનબીડબ્લ્યુ જારી (Javed Akhtar Against Kangana Ranaut) કરવા સિવાય અન્ય કોઈ રસ્તો નથી.
પરંતુ તમને જણાવી દઈએ કે કોર્ટે તે અરજી સ્થગિત રાખી હતી અને રનૌતને ફરીથી હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. દરમિયાન કંગનાનાં વકીલોએ બાંહેધરી આપી હતી કે તેણી સુનાવણીના બીજા દિવસે એટલે કે 9 સપ્ટેમ્બર 2024ના રોજ હાજર થશે.
શું છે આ મામલો?
તમને જણાવી દઈએ કે કંગના રનૌત અને જાવેદ અખ્તર વચ્ચે માર્ચ 2016માં મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન વિવાદ સર્જાયો હતો. કંગના તો હૃતિક રોશન સાથેના તેના અફેર અને તેને ઈમેલ મોકલવાને કારણે ચર્ચામાં હતી. તે સમયે એવું કહેવામાં આવી રહ્યું હતું કે હૃતિક રોશનના નજીકના જાવેદે કંગનાને તેના ઘરે મીટિંગ માટે બોલાવી હતી અને તેને રિતિકની માફી માંગવા કહ્યું હતું. ત્યારબાદ 2021માં કંગનાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જાવેદ સાથે તેની મુલાકાત બદનક્ષીભરી હતી.
ત્યારબાદ વર્ષ ૨૦૧૬ની મીટિંગમા માનહાનિની ફરિયાદ સાથે અખ્તરે કોર્ટનો દરવાજો ઠોક્યો હતો અને ત્યારબાદ કંગનાએ પણ અખ્તર વિરુદ્ધ આ જ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. કોર્ટમાં અભિનેત્રીએ અખ્તર વિરુદ્ધ ખંડણી, ગુનાહિત કાવતરું અને ગોપનીયતાના આક્રમણનો કેસ દાખલ (Javed Akhtar Against Kangana Ranaut) કર્યો હતો. જોકે, અખ્તર સામેની કાર્યવાહી પર દિંડોશી સેશન્સ કોર્ટે સ્ટે આપ્યો હતો.

