° °

આજનું ઇ-પેપર
Sunday, 22 May, 2022


વિ​દેશ જવાની પરવાનગી માટે દિલ્હી કોર્ટમાં ગઈ જૅકલિન

12 May, 2022 02:56 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જૅકલિન ફર્નાન્ડિસે હાલમાં જ દિલ્હી કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. કોનમૅન સુકેશ ચંદ્રશેખરના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે જૅકલિનનું નામ પણ તેની સાથેના કનેક્શનમાં આપ્યું હતું.

જૅકલિન ફર્નાન્ડિસ

જૅકલિન ફર્નાન્ડિસ

જૅકલિન ફર્નાન્ડિસે હાલમાં જ દિલ્હી કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. કોનમૅન સુકેશ ચંદ્રશેખરના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે જૅકલિનનું નામ પણ તેની સાથેના કનેક્શનમાં આપ્યું હતું. ત્યારથી જૅકલિન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટના રડારમાં છે. જૅકલિને ઇન્ટરનૅશનલ ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઍકૅડેમી અવૉર્ડ્સમાં અબુ ધાબી હાજરી આપવા માટે તેમ જ ફ્રાન્સ અને નેપાલ જવા માટે પણ પરવાનગી માગી છે. તેની આ મૅટરને ૧૮ મેએ કોર્ટમાં સાંભળવામાં આવશે. સુકેશે જૅકલિનને સાત કરોડ રૂપિયાની અલગ-અલગ ગિફ્ટ આપી હતી. આ પ્રકારની ગિફ્ટ સ્વીકારવી ક્રાઇમ છે. આ કેસમાં જ્યારથી જૅકલિનનું નામ આવ્યું ત્યારથી તે વિવિધ ફિલ્મોને ઠુકરાવી રહી છે. તે જાહેરમાં વધુ આવવાનું પણ ટાળી રહી છે. આ કેસમાં નામ આવ્યું હોવાથી તે ભારતની બહાર જઈ શકે એમ નથી. જો તેને જવું હોય તો તેણે એ માટે કોર્ટ પાસે પરવાનગી લેવી પડે છે અને એથી જ તે દિલ્હી કોર્ટમાં ગઈ છે.

12 May, 2022 02:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

લગ્નના બંધનમાં બંધાઈ સિંગર કનિકા કપૂર, ગૌતમ હાથીરમાની સાથે કર્યા બીજા લગ્ન

દુલ્હનના ડ્રેસમાં કનિકા ખૂબ જ સુંદર લાગી રહી છે

21 May, 2022 08:46 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

માનુષી છિલ્લર પ્રતિભાશાળી અને સહજ અભિનેત્રી છે : અક્ષય

‘પૃથ્વીરાજ’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરનાર માનુષી છિલ્લરની પ્રશંસા કરતાં અક્ષયકુમારે જણાવ્યું કે તે ખૂબ જ પ્રતિભાશાળી અને સહજ ઍક્ટ્રેસ છે.

21 May, 2022 12:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

‘બેબી ડૉલે’ કરી લીધાં લગ્ન

સિંગર કનિકા કપૂરે ગઈ કાલે એનઆરઆઇ બૉયફ્રેન્ડ ગૌતમ હાથીરમાની સાથે લગ્ન કરી લીધાં છે.

21 May, 2022 12:33 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK