Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રતીક ટૅલન્ટેડ અને ડિસિપ્લિન્ડ ઍક્ટર છે : જૅકી શ્રોફ

પ્રતીક ટૅલન્ટેડ અને ડિસિપ્લિન્ડ ઍક્ટર છે : જૅકી શ્રોફ

22 September, 2022 01:31 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મમાં પ્રતીકે એક મહારાષ્ટ્રિયનનું પાત્ર ભજવ્યું છે જે Zee5 પર ૨૩ સપ્ટેમ્બરે રિલીઝ થશે

જૅકી શ્રોફ

જૅકી શ્રોફ


જૅકી શ્રોફનું કહેવું છે કે પ્રતીક ગાંધી ટૅલન્ટેડ અને ડિસિપ્લિન્ડ ઍક્ટર છે. તેમણે ‘અતિથિ ભૂતો ભવ’માં સાથે કામ કર્યું છે. આ એક યુનિક લવ સ્ટોરી છે. આ ફિલ્મમાં પ્રતીકે એક મહારાષ્ટ્રિયનનું પાત્ર ભજવ્યું છે જે Zee5 પર ૨૩ સપ્ટેમ્બરે રિલીઝ થશે. આ વિશે વાત કરતાં જૅકી શ્રોફે કહ્યું કે ‘મારા પાત્ર માખણ સિંહમાં જે પ્યૉરિટી છે એ મને ખૂબ જ આકર્ષિત કરે છે. સારા ઍક્ટર્સ સાથે કામ કરવાનો મારો અનુભવ પણ ખૂબ જ સારો રહ્યો છે. પ્રતીક અને શર્મિન ખૂબ જ ટૅલન્ટેડ અને ડિસિપ્લિન્ડ ઍક્ટર્સ છે.’

પાત્ર વિશે વાત કરતાં પ્રતીક ગાંધીએ કહ્યું કે ‘મને ‘અતિથિ ભૂતો ભવ’માં કામ કરવાની ખૂબ જ મજા આવી હતી. આ એક અલગ જ જનરેશનની લવ સ્ટોરી છે જેથી મને ખૂબ જ મજા આવી હતી. મારું પાત્ર શ્રીકાન્ત છે જે મહારાષ્ટ્રિયન છે. આથી મારે મરાઠી શીખવું પડ્યું હતું. મને મરાઠી ખબર છે, પરંતુ એટલી સ્પષ્ટ નથી બોલી શકતો.’


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2022 01:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK