એ બીમારીનું નામ પ્રોસોપેગ્નોસિયા છે

શનાઝ ટ્રેઝરી
‘ઇશ્ક વિશ્ક’માં જોવા મળેલી શનાઝ ટ્રેઝરીને લોકોના ચહેરા ન ઓળખવાની બીમારી છે. એ બીમારીનું નામ પ્રોસોપેગ્નોસિયા છે. આ બીમારીમાં વ્યક્તિ તેના જૂના ફ્રેન્ડ્સ, તેના પાડોશીઓ અને એવા અનેક લોકોને ઓળખી નથી શકતી. તેમનાં નામ પણ યાદ નથી રહેતાં. પોતાની આ બીમારી વિશે જણાવતાં ઇન્સ્ટાસ્ટોરીમાં શનાઝે લખ્યું કે ‘મને પ્રોસોપેગ્નોસિયા નામની બીમારીનું નિદાન થયું છે. હવે મને સમજમાં આવ્યું કે હું ચહેરાઓને કેમ નહોતી ઓળખી શકતી. આ એક બીમારી છે. મને શરમ આવતી હતી કે હું લોકોના ચહેરા કેમ ઓળખી નથી શકતી. હું અવાજ ઓળખી જાઉં છું. મને એ વાતની શરમ આવતી હતી કે હું તેમના ચહેરા અન્યો સાથે મિક્સ કરી લેતી હતી. થોડાં વર્ષો બાદ ફ્રેન્ડ્સને પણ નથી ઓળખી શકતી. આ ખરેખર બ્રેઇનની બીમારી છે. મહેરબાની કરીને એના પ્રતિ ઉદારતા અને સમજદારી દેખાડો. આ બીમારીમાં તમે તમારા પરિવારજનો, નજીકના મિત્રો, કો-વર્કર્સ, ક્લાયન્ટ્સ અને સ્કૂલમેટ્સને પણ નથી ઓળખી શકતા. જે લોકો તમને ઓળખે છે એ લોકો તમારી પાસે એવી અપેક્ષા રાખે છે કે તમે તેમને ઓળખો. એને કારણે તમે ફ્રેન્ડ્સ પણ ગુમાવી દો છો. તેઓ કહે છે, ‘જી હા, આ હું જ છું’ અને તેમને ઓળખી ન શકવાને કારણે હું પોતાને મૂર્ખ ગણું છું.’