° °

આજનું ઇ-પેપર
Wednesday, 28 July, 2021


ઈશા શરવનીનું ભાવિ અદ્ધરતાલ

08 August, 2012 06:10 AM IST |

ઈશા શરવનીનું ભાવિ અદ્ધરતાલ

ઈશા શરવનીનું ભાવિ અદ્ધરતાલ

isha-shervaniકલર્સ ચૅનલ પર આવતા સેલિબ્રિટી ડાન્સ રિયલિટી શો ‘ઝલક દિખલા જા’માં ઈશા શરવની અને તેના કોરિયોગ્રાફર સલમાન યુસુફ ખાનની જોડી ધમાકેદાર ડાન્સ કરીને મોટા ભાગનાં અઠવાડિયાંઓમાં પૂરેપૂરા માર્ક મેળવીને બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં સફળ થઈ હતી. જોકે હવે લાગે છે કે આ જોડીને કોઈની નજર લાગી ગઈ છે, કારણ કે ગઈ કાલે સલમાનને એકાએક પીઠમાં ભારે દુખાવો થતાં તાબડતોબ અંધેરી (વેસ્ટ)માં આવેલી કોકિલાબેન અંબાણી હૉસ્પિટલમાં જવું પડ્યું હતું. સલમાનને છેલ્લા કેટલાક સમયથી ગરદનનો દુખાવો તો હેરાન કરી જ રહ્યો હતો, પણ રિહર્સલને કારણે તેણે ખાસ ધ્યાન નહોતું આપ્યું. હવે સલમાનને ડૉક્ટરે થોડો સમય સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. આ બદલાયેલી પરિસ્થિતિમાં ઈશાના ભવિષ્ય પર પ્રશ્નાર્થ લાગી ગયો છે.  ઈશા હવે આગામી એપિસોડમાં ડાન્સ જ નહીં કરે અથવા તો પછી કોરિયોગ્રાફર વગર ડાન્સ કરશે એ સવાલ ચર્ચાસ્પદ બન્યો છે.

08 August, 2012 06:10 AM IST |

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

નાગાર્જુન સાથે મળીને હૈદરાબાદમાં વૃક્ષારોપણ કર્યું અમિતાભ બચ્ચને

રાજ્યસભાના એમપી જોગિનાપલ્લી સંતોષ કુમાર દ્વારા ગ્રીન ઇન્ડિયા ચૅલેન્જ માટે વૃક્ષારોપણનો પ્રોગ્રામ રાખ્યો હતો

28 July, 2021 01:20 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

ડબિંગ ટાઇમ

આલિયા ભટ્ટ ગઈ કાલે બાંદરામાં આવેલા એક ડબિંગ સ્ટુડિયોની બહાર જોવા મળી હતી

28 July, 2021 01:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

પાત્રની અંદર રહેલા બાળક જેવી નાદાનીને હું જીવંત રાખવાની કોશિશ કરું છું: પંકજ

ક્રિતી સૅનનની ‘મિમી’માં તેણે ભાનુનું પાત્ર ભજવ્યું છે

28 July, 2021 01:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK