Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અનુષ્કા શર્માની ‘કાલા’માં દેખાશે ઇરફાનનો દીકરો બબીલ ખાન

અનુષ્કા શર્માની ‘કાલા’માં દેખાશે ઇરફાનનો દીકરો બબીલ ખાન

13 April, 2021 11:23 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘બુલબુલ’માં દેખાનારી તૃપ્તિ ડિમરી પણ લીડ રોલમાં જોવા મળશે

બબીલ ખાન

બબીલ ખાન


ઇરફાનનો દીકરો બબીલ ખાન વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સની ‘કાલા’ દ્વારા ઍક્ટિંગની શરૂઆત કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મને અનુષ્કા શર્માએ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મને અન્વિતા દત્ત ડિરેક્ટ કરશે. આ ફિલ્મમાં બબીલની સાથે તૃપ્તિ ડિમરી પણ લીડ રોલમાં જોવા મળશે. બબીલે લંડનમાં ફિલ્મ અને ઍક્ટિંગની સ્ટડી કરી હતી. ‘કાલા’ની નાનકડી ઝલક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને બબીલે કૅપ્શન આપી હતી કે ‘તૃપ્તિ ડિમરી પણ જોવા મળશે (અને હું પણ થોડોઘણો દેખાઈશ). સાથે જ લૉન્ચ આ શબ્દ મને અટપટો લાગે છે, કારણ કે દર્શકો ફિલ્મ જોતી વખતે પોતાની સીટ પર બેઠા-બેઠા લૉન્ચ કરશે. ‘બુલબુલ’ના મેકર્સ, ક્લીન સ્લેટ ફિલ્મ્સ અને અન્વિતા દત્ત તમારા માટે નેટફ્લિક્સની ‘કાલા’ લઈને આવશે. અહીં ટૂંક સમયમાં જ તમને ‘કાલા’ની સ્ટોરી જાણવા મળશે કે જેમાં માતાના દિલમાં સ્થાન બનાવવા માટેની લડત દેખાડવામાં આવશે.’
આ ફિલ્મ વિશે અન્વિતા દત્તે કહ્યું હતું કે ‘મમ્મી અને દીકરીના સંબંધો ખૂબ જ પવિત્ર પરંતુ એટલા જ અટપટા હોય છે. ‘કાલા’ની સ્ટોરી એક એવી દીકરીની છે જે તેની મમ્મીનો પ્રેમ ઝંખતી હોય છે. આ ફિલ્મમાં મારી પાસે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ઍક્ટર્સ જેવાં કે તૃપ્તિ, બબીલ અને સ્વસ્તિકા છે. નેટફ્લિક્સ અને ક્લીન સ્લેટ હંમેશાં એમ્પાવર્ડ સ્ટોરીઝને પ્રોત્સાહન આપે છે એથી એમને સાથે કામ કરવાની મજા આવે છે.’
ક્લીન સ્લેટ ફિલ્મ્સના માલિક અને અનુષ્કા શર્માના ભાઈ કર્ણેશ શર્માએ કહ્યું હતું કે ‘ક્લીન સ્લેટ દ્વારા હંમેશાં એવા કન્ટેન્ટને રજૂ કરવા માગીએ છીએ જે લોકોથી અલગ દેખાઈ આવે. નેટફ્લિક્સ અને અમારું વિઝન એકસરખું છે. આથી જ ‘બુલબુલ’ની સફળતા બાદ અમે ફરી ‘કાલા’ લઈને આવ્યા છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

13 April, 2021 11:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK