Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઇરફાનની વાઇફ સુતપા સિકદર કોરોના પૉઝિટિવ

ઇરફાનની વાઇફ સુતપા સિકદર કોરોના પૉઝિટિવ

14 January, 2022 11:40 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇરફાનની વાઇફ સુતપા સિકદરને કોવિડ થતાં આન્ટીના અવસાન બાદ તેમની અંતિમ યાત્રામાં તે સામેલ ન થઈ શકી. આન્ટીને છેલ્લી વખત ન જોઈ શકવાનો તેને વસવસો છે.

ઇરફાનની વાઇફ સુતપા સિકદર કોરોના પૉઝિટિવ

ઇરફાનની વાઇફ સુતપા સિકદર કોરોના પૉઝિટિવ


ઇરફાનની વાઇફ સુતપા સિકદરને કોવિડ થતાં આન્ટીના અવસાન બાદ તેમની અંતિમ યાત્રામાં તે સામેલ ન થઈ શકી. આન્ટીને છેલ્લી વખત ન જોઈ શકવાનો તેને વસવસો છે. એ વિશે ફેસબુક પર સુતપાએ લખ્યું કે ‘તમે જ્યારે સાંભળો કે પૉઝિટિવ છે તો તમને એ વાતની પણ ખાતરી હોય છે કે એક દિવસ એ નેગેટિવ થશે. મુમાની સાબ. તેઓ એક એવાં વ્યક્તિ હતાં જેમને મેં હંમેશાં હસતાં જોયાં છે. તેઓ અમને છોડીને અન્ય જર્ની માટે નીકળી ગયાં છે. ઇરફાન તેમને ખૂબ પ્રેમ કરતો હતો. તેઓ સાદાં, સરળ અને સુંદર મહિલા હતાં. અલવિદા મુમાની સાબ. મને તમે શુતોબા કહીને બોલાવતાં હતાં એ હંમેશાં મારા કાનમાં ગુંજ્યા કરશે. એક જ શહેરમાં રહેવા છતા હું તેમને છેલ્લી વખત જોવા નથી જઈ શકતી કેમ કે હું પૉઝિટિવ થઈ છું. કેવો કપરો સમય આવ્યો છે! તેમના માટે પ્રાર્થના કરજો, તેઓ ખૂબ સારાં વ્યક્તિ હતાં.’


Whatsapp-channel Whatsapp-channel

14 January, 2022 11:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK