ફેમસ પેરન્ટ્સ વિશે હિમેશ રેશમિયાએ કહ્યું કે ‘તું સચિનની દીકરી છે. એવામાં તમારા પેરન્ટ્સ જ્યારે ફેમસ હોય ત્યારે તમારા પર પ્રેશર આપોઆપ વધી જાય છે.’
હિમેશ રેશમિયા (ફાઈલ તસવીર)
સિન્ગિંગ રિયલિટી શો ‘ઇન્ડિયન આઇડલ 13’ને જજ કરનાર હિમેશ રેશમિયાનું કહેવું છે કે જો તમારા પેરન્ટ્સ ફેમસ હોય તો તમારા પર પ્રેશર વધી જાય છે. સોની પર આ શો દર શનિવારે અને રવિવારે રાતે ૮ વાગ્યે ટેલિકાસ્ટ કરવામાં આવે છે. એ શોમાં કાવ્યા લિમયે નામની સ્પર્ધકે ઑડિશનમાં અદ્ભુત પર્ફોર્મન્સ આપ્યો હતો. કાવ્યા ગુજરાતી સિંગર સચિન લિમયેની દીકરી છે. તેઓ ખૂબ પ્રસિદ્ધ સિંગર છે. ફેમસ પેરન્ટ્સ વિશે હિમેશ રેશમિયાએ કહ્યું કે ‘તું સચિનની દીકરી છે. એવામાં તમારા પેરન્ટ્સ જ્યારે ફેમસ હોય ત્યારે તમારા પર પ્રેશર આપોઆપ વધી જાય છે.’