Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કોરોનાના કેસ વધતાં ‘રાધે: યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’ને ઈદમાં રિલીઝ નહીં કરે સલમાન ખાન?

કોરોનાના કેસ વધતાં ‘રાધે: યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’ને ઈદમાં રિલીઝ નહીં કરે સલમાન ખાન?

09 April, 2021 12:19 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સલમાન દર વર્ષે ઈદમાં તેના ફૅન્સ માટે ફિલ્મ લઈને આવે છે

સલમાન ખાન

સલમાન ખાન


‘રાધે : યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’ને કદાચ આવતા વર્ષે ઈદમાં રિલીઝ કરવામાં આવે એવી શક્યતા સલમાન ખાને વ્યક્ત કરી છે. મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. સલમાન દર વર્ષે ઈદમાં તેના ફૅન્સ માટે ફિલ્મ લઈને આવે છે. તેના ફૅન્સ તેની ફિલ્મની આતુરતાથી રાહ જોતા હોય છે. એવામાં ‘રાધે : યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’ની રિલીઝ વિશે સલમાને કહ્યું હતું કે ‘જો કોરોનાનો કેર ઓછો થશે તો અમે આ વર્ષે ઈદમાં થિયેટર્સમાં ‘રાધે : યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’ને રિલીઝ કરીશું. જોકે જો નાગરિકોએ તમામ નિયમોનું પાલન ન કર્યું તો થિયેટરમાલિકોની સાથે રોજનું કમાઈને ખાતા મજૂરો માટે સમસ્યા નિર્માણ થશે. એ ખરેખર પહેલાંની જેમ જ ખૂબ ભયાનક થવાનું છે. દરેકે એની ગંભીરતાની નોંધ લઈને આ વાઇરસનો ખાતમો કરવો જોઈએ. સાથે જ એ આપણને મારી નાખે એ પહેલાં લાઇફમાં આગળ વધો. સૌથી અગત્યની વાત એ છે કે મહામારીને કારણે અમે ગઈ ઈદમાં પ્રૉમિસ કર્યું હતું કે ‘રાધે : યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’ને આ ઈદમાં રિલીઝ કરવામાં આવશે. ફિલ્મને જરૂર રિલીઝ કરીશું. ભગવાનની કૃપા રહી તો એ બૉક્સ-ઑફિસ પર સારી ચાલશે. એ ત્યારે જ શક્ય થશે જ્યારે લોકોને કોરોના ન થાય. ખાસ કરીને પેરન્ટ્સ અને ગ્રૅન્ડ-પેરન્ટ્સ જેમની મેડિકલ કન્ડિશન સારી નથી.’


Whatsapp-channel Whatsapp-channel

09 April, 2021 12:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK