Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હું પણ પહેલાં ખૂબ મોટો સ્ટાર હતો, પરંતુ વધુ સમય સ્ટારડમ ટક્યું નહીં

હું પણ પહેલાં ખૂબ મોટો સ્ટાર હતો, પરંતુ વધુ સમય સ્ટારડમ ટક્યું નહીં

03 March, 2021 12:18 PM IST | Mumbai
Agencies

હું પણ પહેલાં ખૂબ મોટો સ્ટાર હતો, પરંતુ વધુ સમય સ્ટારડમ ટક્યું નહીં

હું પણ પહેલાં ખૂબ મોટો સ્ટાર હતો, પરંતુ વધુ સમય સ્ટારડમ ટક્યું નહીં

હું પણ પહેલાં ખૂબ મોટો સ્ટાર હતો, પરંતુ વધુ સમય સ્ટારડમ ટક્યું નહીં


બૉબી દેઓલનું કહેવું છે કે તે પણ એક વાર ખૂબ જ મોટો સ્ટાર હતો. તેણે 1995માં આવેલી ‘બરસાત’ દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેણે ‘ગુપ્ત’, ‘સોલ્જર’, ‘બાદલ’ અને ‘બિચ્છુ’ જેવી હિટ ફિલ્મો આપી હતી. જોકે ત્યાર બાદ તેની કરીઅરમાં વળાંક આવ્યો હતો અને તેની ફિલ્મો નિષ્ફળ જવા લાગી હતી. તેમ જ તેની કરીઅર પૂરી પણ થઈ ગઈ હતી. જોકે સલમાન ખાન તેને ‘રેસ 3’ દ્વારા ફરી લાવ્યો અને વેબ-શો ‘આશ્રમ’ તેના માટે ખૂબ જ સફળ પુરવાર થયો છે. આ વિશે વાત કરતાં બૉબી દેઓલે કહ્યું હતું કે ‘એક સમયે હું ખૂબ જ મોટો સ્ટાર હતો, પરંતુ વધુ સમય માટે નહોતો રહ્યો. મારી માર્કેટ વૅલ્યુ ખૂબ જ ઓછી થઈ ગઈ હતી. હું એવા ફેઝમાં જતો રહ્યો હતો જ્યાં મને સમજ નહોતી પડી રહી કે મારી સાથે શું થઈ રહ્યું છે અને મેં હાર માની લીધી હતી.’
બાળકોને કારણે ફરી કામ કરવાનું શરૂ કરતાં બૉબી દેઓલે કહ્યું હતું કે ‘મને જ્યારે ખબર પડી કે હું ઘરે બેસી રહું છું એને મારાં બાળકો નોટિસ કરી રહ્યાં છે ત્યારે મને ખૂબ જ આઘાત લાગ્યો હતો. એક ઍક્ટર તરીકે મારું કામ લોકોને એન્ટરટેઇનમેન્ટ પૂરું પાડવાનું છે નહીં કે લીડ રોલ ભજવવા. મને અહેસાસ થયો કે એક ઍક્ટર તરીકે મારે પોતાને સાબિત કરવો છે અને એ રીતે મેં ફરીથી શરૂઆત કરી હતી. આ જ કારણ છે કે મને ફરી ઘણુંબધું કામ મળી રહ્યું છે. લોકો મને પસંદ કરી રહ્યા છે અને મારા કામનાં વખાણ કરી રહ્યાં છે. તેમને પણ ખબર પડી છે કે હું અલગ-અલગ પાત્રો ભજવી શકું છું.’


Whatsapp-channel Whatsapp-channel

03 March, 2021 12:18 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK