આ ફિલ્મ ડિઝની+હૉટસ્ટાર પર ૩૧ માર્ચે રિલીઝ થવાની છે

સારા અલી ખાન અને ચિત્રાંગદા સિંહ
સારા અલી ખાન સાથે ‘ગૅસલાઇટ’માં કામ કરવાના અનુભવ વિશે ચિત્રાંગદા સિંહે જણાવ્યું કે તેણે સૈફ અલી ખાનને મેસેજ કર્યો કે તારી દીકરી સેટ પર એનર્જી લઈને આવે છે. આ ફિલ્મ ડિઝની+હૉટસ્ટાર પર ૩૧ માર્ચે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેની સાથે વિક્રાન્ત મૅસી, અક્ષય ઑબેરૉય અને રાહુલ દેવ પણ જોવા મળશે. આ મર્ડર મિસ્ટરીને પવન ક્રિપલાનીએ ડિરેક્ટ કરી છે. ૨૦૧૮માં ફિલ્મ ‘બાઝાર’નું શૂટિંગ ચિત્રાંગદા અને સૈફ કરી રહ્યાં હતાં. એ વખતે સારા તેની પહેલી ફિલ્મ ‘કેદારનાથ’માં જોવા મળી હતી. સારાની પ્રશંસા કરતાં ચિત્રાંગદાએ કહ્યું કે ‘આ ખરેખર અજબ છે કે સારાએ જે સમયે પોતાની પહેલી ફિલ્મ કરી હતી એ વખતે સૈફ અલી ખાન અને હું ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં હતાં અને હવે હું સારા સાથે કામ કરી રહી છું. મેં સૈફને મેસેજ કર્યો કે તેની દીકરી ખૂબ અદ્ભુત છે અને હું તેની સાથે કામ કરીને ખુશ છું. તે પ્રેમાળ છે અને સેટ પર એક એનર્જી લઈને આવે છે. બન્ને સાથે કામ કરવાની ખૂબ મજા આવી હતી.’