Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મેં કદી વલ્ગર કૉમેડીને સપોર્ટ નથી કર્યો : પરેશ રાવલ

મેં કદી વલ્ગર કૉમેડીને સપોર્ટ નથી કર્યો : પરેશ રાવલ

25 October, 2021 02:22 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હું કોઈને ઉતારી પાડવા નથી માગતો કે કોઈની શારીરિક ખામી પર મજાક નથી કરવા માગતો. એ વાત ખરાબ છે. મને લાગે છે કે પહેલી હાઈ કૉમેડી જે મેં કરી હતી એ ‘અંદાઝ અપના અપના’ હતી.

મેં કદી વલ્ગર કૉમેડીને સપોર્ટ નથી કર્યો : પરેશ રાવલ

મેં કદી વલ્ગર કૉમેડીને સપોર્ટ નથી કર્યો : પરેશ રાવલ


પરેશ રાવલનું કહેવું છે કે તેમણે કદી વલ્ગર કૉમેડીને સપોર્ટ નથી કર્યો. તેમના કહેવા મુજબ તો ‘અંદાઝ અપના અપના’ હાઈ કૉમેડી હતી. તેમની ‘હમ દો હમારે દો’ ૨૯ ઑક્ટોબરે રિલીઝને થવાની છે. આ ફિલ્મમાં તેમની સાથે રત્ના પાઠક શાહ, ક્રિતી સૅનન, રાજકુમાર રાવ અને અપારશક્તિ ખુરાના પણ લીડ રોલમાં જોવા મળશે. કૉમેડીની વ્યાખ્યા હાલમાં હિન્દી સિનેમામાં બદલાઈ ગઈ છે એ વિશે પરેશ રાવલે કહ્યું કે ‘હા, કૉમેડી ચોક્કસ બદલાઈ ગઈ છે. પાગલપન થતું હતું, પરંતુ એ પણ કૉમેડીનો જ એક પ્રકાર હતો. એ હવે હાઈ અને સારી કૉમેડી તરીકે દેખાડવામાં આવે છે. મને એ કરવાનું પણ ગમે છે. પરિવર્તન તો આવ્યું છે. મેં કદી વલ્ગર કૉમેડીને સપોર્ટ નથી કર્યો. હું કોઈને ઉતારી પાડવા નથી માગતો કે કોઈની શારીરિક ખામી પર મજાક નથી કરવા માગતો. એ વાત ખરાબ છે. મને લાગે છે કે પહેલી હાઈ કૉમેડી જે મેં કરી હતી એ ‘અંદાઝ અપના અપના’ હતી.’


Whatsapp-channel Whatsapp-channel

25 October, 2021 02:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK