Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પાત્રની અંદર રહેલા બાળક જેવી નાદાનીને હું જીવંત રાખવાની કોશિશ કરું છું: પંકજ ત્રિપાઠી

પાત્રની અંદર રહેલા બાળક જેવી નાદાનીને હું જીવંત રાખવાની કોશિશ કરું છું: પંકજ ત્રિપાઠી

28 July, 2021 01:11 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્રિતી સૅનનની ‘મિમી’માં તેણે ભાનુનું પાત્ર ભજવ્યું છે

પંકજ ત્રિપાઠી

પંકજ ત્રિપાઠી


પંકજ ત્રિપાઠીનું કહેવું છે કે તે તેના પાત્રની અંદર રહેલી બાળક જેવી નાદાનીને હંમેશાં સાચવીને રાખે છે. ક્રિતી સૅનનની ‘મિમી’માં તેણે ભાનુનું પાત્ર ભજવ્યું છે. આ પાત્રની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી છે. તેમ જ પંકજ ત્રિપાઠી તેના દરેક પાત્રને એક અલગ રીતે ભજવે છે. આ વિશે વાત કરતાં પંકજ ત્રિપાઠીએ કહ્યું હતું કે ‘ફિલ્મમેકિંગ એક ટીમ સ્પોર્ટ છે. ઍક્ટર દેખાતા હોવાથી બધી ક્રેડિટ તેમને મળી જાય છે. જોકે હું દૃશ્યમાં થોડું ઇમ્પ્રોવાઇઝેશન અહીંતહીં જરૂર કરું છું અને કેટલીક વાર એ ખૂબ જ સારી રીતે થઈ જાય છે. અમને અમારી ફ્લેવર ઍડ કરવા માટે ઘણી સ્વતંત્રતા મળે છે જેનો હું ખૂબ જ વિન્રમતાથી ઉપયોગ કરું છું. આર્ટિસ્ટ તરીકે તમારા ઇન્સ્ટિંક્ટને લોકો પસંદ કરે ત્યારે તમને ખૂબ જ સારું લાગે છે. બાળકો ઘણી વાર મુસીબતના સમયમાંથી બહાર નીકળવા માટે તેમની નાદાનીનો ઉપયોગ કરે છે. મારા પાત્રમાં રહેલી બાળકો જેવી નાદાનીને હું જીવંત રાખવાની કોશિશ કરું છું. એ દૃશ્યને નીરસ બનતાં અટકાવે છે.’


Whatsapp-channel Whatsapp-channel

28 July, 2021 01:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK