Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હું ચૅટરબૉક્સ હોવાથી મારી ચૅટ-સેશનનું નામ ‘બક બક વિથ બાબા’ રાખ્યું છે : અર્જુન

હું ચૅટરબૉક્સ હોવાથી મારી ચૅટ-સેશનનું નામ ‘બક બક વિથ બાબા’ રાખ્યું છે : અર્જુન

04 August, 2021 09:43 AM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

ફૅમિલી, ફ્રેન્ડ્સ ને કો-સ્ટાર સાથે તેમની પસંદગી અને પૅશન વિશે તે વાત કરતો જોવા મળશે

અર્જુન કપૂર

અર્જુન કપૂર


અર્જુન કપૂરનું કહેવું છે કે તે ખૂબ જ વાતોડિયો હોવાથી તેણે તેના ચૅટ-સેશનનું નામ ‘બક બક વિથ બાબા’ રાખ્યું છે. તે ડિજિટલ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રૉપર્ટી લઈને આવ્યો છે. એટલે કે તે સોશ્યલ મીડિયા ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર તેનાં ફૅમિલી, ફ્રેન્ડ્સ અને કો-સ્ટાર સાથે તેમની પસંદગી અને પૅશન વિશે વાતો કરતો જોવા મળશે. તેની સાવકી બહેન જાહ્નવી કપૂર સાથે પહેલી ચૅટ-સેશન તેણે રિલીઝ પણ કરી છે. તેઓ એક મૅગેઝિન માટે શૂટ કરી રહ્યાં હતાં અને ત્યાં તેને આ વિશે આઇડિયા આવ્યો હતો અને જાહ્નવી ત્યાં હાજર હોવાથી તેણે પહેલું શૂટ પણ તેની સાથે કર્યું હતું. આ વિશે અર્જુને કહ્યું હતું કે ‘આપણે ડિજિટલ એરામાં રહીએ છીએ જ્યાં કોઈ પણ વ્યક્તિ સારી વાતચીત અથવા તો કૅમ્પેનને ઑનલાઇન સ્ટાર્ટ કરી શકે છે. ઇન્ટરનેટ પર મારા ફૅન્સ અને દર્શકો માટે હું હંમેશાં કંઈક નવું કરવા માટે વિચારતો હતો. મારી ડિજિટલ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રૉપર્ટીમાં લોકોને તેમના ફેવરિટ સ્ટાર્સ વિશે જાણી-અજાણી વાતો વિશે જાણવા મળશે. આ શોમાં હું મારી ફૅમિલી, ફ્રેન્ડ્સ અને કો-સ્ટાર સાથે તેમની પસંદ અને પૅશન વિશે ફન અને ફૉર્મલ ચૅટ કરતો જોવા મળીશ. ઇન્ડસ્ટ્રીમાં દરેક વ્યક્તિ જાણે છે કે હું ચૅટરબૉક્સ છું. હું કંઈ પણ વિશે વાત કરી શકું છું. આથી એનું નામ ‘બક બક વિથ બાબા’ રાખવામાં આવ્યું છે.’
જાહ્નવી પહેલી ગેસ્ટ હોવા વિશે અર્જુને કહ્યું હતું કે ‘અમે એક ફૅશન મૅગેઝિન માટે સાથે શૂટ કરી રહ્યાં હતાં અને અચાનક મને આ આઇડિયા આવ્યો હતો. તે ખૂબ જ સારી રીતે મારા દ્વારા પૂછવામાં આવેલા સવાલોના જવાબ આપતી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

04 August, 2021 09:43 AM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK