Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કડકડાટ તામિલ બોલતાં શીખી ગઈ છે ઉર્વશી રાઉતેલા

કડકડાટ તામિલ બોલતાં શીખી ગઈ છે ઉર્વશી રાઉતેલા

28 July, 2021 01:04 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તે હવે તામિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેનો ડેબ્યુ કરી રહી છે

ઉર્વશી રાઉતેલા

ઉર્વશી રાઉતેલા


ઉર્વશી રાઉતેલા હવે તામિલ બોલતાં પણ શીખી ગઈ છે. તે હવે તામિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેનો ડેબ્યુ કરી રહી છે. તેણે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે જેમાં તે એક લક્ઝરી યલો કારમાંથી બહાર નીકળતી જોવા મળી રહી છે. આ વિશે વાત કરતાં ઉર્વશીએ કહ્યું હતું કે ‘આ ફિલ્મ મારા માટે ખૂબ જ સ્પેશ્યલ છે, કારણ કે આ ફિલ્મ દ્વારા હું મારો તામિલ ડેબ્યુ કરી રહી છું. તેમ જ આ ફિલ્મને એક કરતાં વધુ ભાષામાં રિલીઝ કરવામાં આવી રહી છે જેવી કે તામિલ, મલયાલમ, તેલુગુ, હિન્દી અને કન્નડ. આ ફિલ્મમાં હું માઇક્રોબાયોલૉજિસ્ટની ભૂમિકા ભજવી રહી છું. આ સેકન્ડ શેડ્યુલ માટે હું ખૂબ જ ઉત્સાહી છું, કારણ કે હિમાચલ પ્રદેશમાં પહેલું શેડ્યુલ પૂરું થયા બાદ અમે હવે ચેન્નઈમાં શૂટિંગ કરીશું. અજિતકુમાર અને અમિતાભ બચ્ચન સાથે કામ કરનાર જેરાલ્ડ એરોકિયામ અને જોસેફ સામી આ ફિલ્મને ડિરેક્ટ કરી રહ્યા છે અને તેમણે મને ખૂબ જ મદદ કરી હતી. હું એકદમ કડકડાટ તામિલ બોલતાં શીખી ગઈ છું અને હજી પણ પ્રૅક્ટિસ કરી રહી છું. મારી લાઇફમાં આ ફિલ્મ મારા માટે ખૂબ જ સ્પેશ્યલ બનીને રહેશે.’


Whatsapp-channel Whatsapp-channel

28 July, 2021 01:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK