Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મને જરૂરી અટેન્શન મળી રહે છે મોટી ફિલ્મોથી : વાણી

મને જરૂરી અટેન્શન મળી રહે છે મોટી ફિલ્મોથી : વાણી

25 March, 2021 12:39 PM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

તેનું કહેવું છે કે મોટા સ્ટાર સાથે કરવામાં આવતી ફિલ્મોને કારણે તેને વધુ બ્રૅન્ડની આૅફર મળે છે

વાણી કપૂર

વાણી કપૂર


વાણી કપૂરનું કહેવું છે કે મોટી ફિલ્મો તે તેને જરૂરી અટેન્શન મળી રહે એ માટે કરે છે. ‘શુદ્ધ દેશી રૉમેન્સ’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરનારી વાણી હૃતિક રોશન સાથેની ‘વૉર’ને લઈને ફરી ચર્ચામાં આવી હતી. ત્યાર બાદ તેને વધુ ફિલ્મોની ઑફર અને બ્રૅન્ડની ઑફર મળવાની શરૂ થઈ હતી. હાલમાં તે અક્ષયકુમાર સાથે ‘બેલ બૉટમ’, રણબીર કપૂર સાથે ‘શમશેરા’ અને આયુષ્માન ખુરાના સાથે ‘ચંડીગઢ કરે આશિકી’માં જોવા મળશે. આ તમામ ફિલ્મો બિગ બજેટની છે. આવી મોટી ફિલ્મોની પસંદગી કરવા વિશે પૂછવામાં આવતાં વાણી કપૂરે કહ્યું હતું કે ‘તમે જ્યારે મોટી ફિલ્મો કરો છો ત્યારે તમને વધુ લોકો જુએ છે, પરંતુ એની સાથે તમારા પર ખૂબ જ બારીકાઈથી નજર પણ નાખવામાં આવે છે. મેં હંમેશાંથી એવી ફિલ્મો કરવાનો આગ્રહ રાખ્યો છે જેનાથી મને મારી ઍક્ટિંગ સ્કિલ દેખાડવાની તક મળે. મારી આગામી તમામ ફિલ્મોમાં લોકોને એન્ટરટેઇનમેન્ટ પૂરું પાડવા માટે મેં મારો જાન રેડી દીધો છે. મોટી ફિલ્મોને પસંદ કરવાથી મને જરૂરી અટેન્શન મળી રહે છે. આ કારણસર મને મોટું બ્રૅન્ડ એન્ડોર્સમેન્ટ પણ મળી રહે છે. હું હમણાં ખૂબ જ સારી જગ્યાએ છું અને હું એવી જ બ્રૅન્ડને એન્ડોર્સ કરું છું જેમાં મને વિશ્વાસ હોય.’


Whatsapp-channel Whatsapp-channel

25 March, 2021 12:39 PM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK