Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દર્શકોના પ્રેમને લીધે અભિમાન અનુભવું છું : અમિતાભ બચ્ચન

દર્શકોના પ્રેમને લીધે અભિમાન અનુભવું છું : અમિતાભ બચ્ચન

12 October, 2021 03:47 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બર્થ-ડે નિમિત્તે લોકોએ આપેલી શુભેચ્છાને કારણે તેઓ અભિભૂત થયા હતા

જુહુમાં આવેલા તેમના ઘર `જલસા`ની બહાર અમિતાભ બચ્ચન (તસવીર : શાદાબ ખાન)

જુહુમાં આવેલા તેમના ઘર `જલસા`ની બહાર અમિતાભ બચ્ચન (તસવીર : શાદાબ ખાન)


અમિતાભ બચ્ચનનો ગઈ કાલે બર્થ-ડે હોવાથી તેમના પર લોકોએ વરસાવેલા પ્રેમથી તેઓ ખૂબ અભિમાન અનુભવી રહ્યા હતા. તેઓ ૭૯ વર્ષના થયા છે. જગતભરમાં તેમના ચાહકો અસંખ્ય છે. સૌનો આભાર વ્યક્ત કરતાં બ્લૉગ પર અમિતાભ બચ્ચને લખ્યું હતું કે ‘શુભેચ્છાઓનો જે ધોધ છે એ અપાર, વિસ્તૃત અને હેતથી ભરેલો છે. આ લાગણીને છેલ્લાં કેટલાંય વર્ષોથી અમે સાથે માણી રહ્યા છીએ. આ સંબંધ કદી તૂટશે નહીં, એ મજબૂત અને દૃઢ રહેશે. સ્પંદનશીલ દિલો પ્રતિ લાગણી વ્યક્ત કરી શકવાને હું સક્ષમ નથી, તમારા પ્રેમને કારણે હું ઉત્સાહિત થઈ ગયો છું. તમારા સૌના વ્યક્તિગત તાલમેલને વ્યક્ત કરવું અશક્ય છે. જોકે હું જાણું છું કે તમે એ વાત સમજી શકશો કે મેં તમારી શુભેચ્છાઓને શિરોમાન્ય કરી છે અને એ જ અગત્યનું હોય છે. તમારા ફૉલોઇંગને કારણે અને તમે આપેલા પ્રેમને કારણે હું ગર્વ સાથે ચાલું છું.’


Whatsapp-channel Whatsapp-channel

12 October, 2021 03:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK