Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફિલ્મો સાથે રિસ્ક લેવાનું અને કંઈક અનોખું દેખાડવાનું પસંદ છે ક્રિતીને

ફિલ્મો સાથે રિસ્ક લેવાનું અને કંઈક અનોખું દેખાડવાનું પસંદ છે ક્રિતીને

06 December, 2021 03:19 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેની થોડા સમય પહેલાં રિલીઝ થયેલી ‘મિમી’માં તે એકદમ હટકે રોલમાં દેખાઈ હ

ક્રિતી સૅનન

ક્રિતી સૅનન


ક્રિતી સૅનન તેના દર્શકોને અનોખું દેખાડવાની ઇચ્છા રાખે છે. તેની થોડા સમય પહેલાં રિલીઝ થયેલી ‘મિમી’માં તે એકદમ હટકે રોલમાં દેખાઈ હતી. ફિલ્મમાં તેણે પ્રેગ્નન્ટ મહિલાનો રોલ કર્યો છે. આ ફિલ્મને લઈને તે નર્વસ પણ હતી. એ વિશે ક્રિતીએ કહ્યું હતું કે ‘મારી પાસે જ્યારે ‘મિમી’ની ઑફર આવી તો મને લાગ્યું કે આ એક પર્ફેક્ટ ફિલ્મ છે. હા, હું થોડી નર્વસ પણ થઈ હતી, કારણ કે હું ફિલ્મની દરેક ફ્રેમમાં દેખાવાની હતી. એવામાં જો હું ક્યાંય પણ પાછી પડું તો આખી ફિલ્મ પડી ભાંગે. સેકન્ડ હાફમાં મારું કૅરૅક્ટર પણ ભારે ઇમોશનલ હતું. એ સીન્સ મને ઍક્ટર તરીકે સંતુષ્ટિ આપે છે. મને એ ચૅલેન્જ અને એ સ્થિતિમાં મુકાવું ડરામણું લાગતું હતું. હું નર્વસ હતી કે એ સીન્સ કેવી રીતે કરવા. ‘મિમી’ બાદ મને કેટલાય કૉલ્સ અને મેસેજિસ આવતા હતા. એક ઍક્ટર તરીકે લોકો મને ગંભીરતાથી લેતા હતા. એવું મને ‘બરેલી કી બરફી’ બાદ લાગતું હતું. એ અગાઉ મેં માત્ર ગ્લૅમરસ રોલ્સ જ કર્યા હતા. લોકોએ મારા દેખાવ કરતાં મારી અંદરના ઍક્ટરને જોયો હતો. મને જે પ્રકારના પ્રોજેક્ટ્સ મળવા લાગ્યા હતા એમાં બદલાવ આવ્યો હતો.’
ફિલ્મોમાં વિવિધ રોલ્સ ભજવવા વિશે ક્રિતીએ કહ્યું હતું કે ‘કોઈ ઍક્ટર જ્યારે ફીમેલ લીડ રોલ કરે અને એની પ્રશંસા થાય તો સ્વાભાવિક છે કે તે એવા પ્રોજેક્ટ્સ કરવા પ્રત્યે આકર્ષાય છે. હું કોઈ રોલ્સ સાથે ટાઇપકાસ્ટ થવા નથી માગતી. મને વધુ રિસ્ક લેવાની અને અનોખું કરવાની ઇચ્છા થાય છે. હું મારા દર્શકોને કંઈક નવું પીરસવા માગું છું અને એવું હું કરીશ. પણ. જોકે એનો અર્થ એવો નથી કે હું અન્ય ફિલ્મો કરવાનું બંધ કરી દઈશ. હું ચાહું છું કે લોકો મને અલગ-અલગ રોલ્સમાં જુએ.’


Whatsapp-channel Whatsapp-channel

06 December, 2021 03:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK