Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મોટા સ્ટાર્સ સાથે કામ કરવાથી મારું કામ ઢંકાઈ જાય એવું હું નથી માનતોઃ રણદીપ

મોટા સ્ટાર્સ સાથે કામ કરવાથી મારું કામ ઢંકાઈ જાય એવું હું નથી માનતોઃ રણદીપ

10 May, 2021 11:49 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મના રોલ્સને કારણે મને ઓળખ મળી હતી. એથી મને જરા પણ અસલામતીની લાગણી નથી. કેટલાય લોકોએ એ ફિલ્મમાં સખત મહેનત કરી હતી.’

રણદીપ હૂડા

રણદીપ હૂડા


રણદીપ હૂડાનું કહેવું છે કે તે એમ નથી માનતો કે જો તે મોટા સ્ટાર્સ સાથે કામ કરશે તો તેનું કામ ઝાંખું પડી જશે. તે સલમાન ખાન સાથે ‘રાધે : યૉર મોસ્ટ વૉન્ટેડ ભાઈ’માં પણ જોવા મળવાનો છે. આ અગાઉ તેણે સલમાન સાથે ‘કિક’ અને ‘સુલતાન’માં કામ કર્યું હતું. જોકે મોટા સ્ટાર્સ સાથે કામ કરવાથી પોતાનું મહત્ત્વ ઘટી જશે એવું તે નથી માનતો. એ વિશે રણદીપે કહ્યું હતું કે ‘તમારે તમારી ફિલ્મમાં તમારી ક્ષમતા પ્રમાણે સારું કામ કરવાનું હોય છે. મારું કામ ઢંકાઈ જશે અથવા તો એવી અન્ય વસ્તુઓ મારા દિમાગમાં નથી આવતી. હું મારો રોલ ભજવું છું અને અન્ય કલાકારો તેમની ભૂમિકા ભજવે છે. અમે એક જ રોલ નથી ભજવતાં કે કોઈના કામથી અમારું મહત્ત્વ ઘટી જશે. મેં કદી પણ એવું નથી વિચાર્યું. લોકો એમ પણ કહે છે કે ‘ખા ગયા’, પરંતુ હું એવું જરા પણ નથી વિચારતો. આ સલમાનની જ ફિલ્મ છે અને મેં તેમની સાથે અગાઉ બે ફિલ્મો જેવી કે ‘કિક’ અને ‘સુલતાન’માં કામ કર્યું હતું. એ ફિલ્મના રોલ્સને કારણે મને ઓળખ મળી હતી. એથી મને જરા પણ અસલામતીની લાગણી નથી. કેટલાય લોકોએ એ ફિલ્મમાં સખત મહેનત કરી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

10 May, 2021 11:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK