Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હું ઝરીનાની એકદમ ઑપોઝિટ છું : રિચા

હું ઝરીનાની એકદમ ઑપોઝિટ છું : રિચા

27 October, 2021 10:40 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હું ઝરીનાની એકદમ ઑપોઝિટ છું અને એથી જ આ પાત્ર ભજવવાની મને ખૂબ મજા આવી હતી. પાવર, ફેમ, પૈસા પ્રત્યેનો તેનો પ્રેમ તેના પાત્રમાં દેખાઈ આવે છે અને એ એકદમ રિયલ લાગે છે.

હું ઝરીનાની એકદમ ઑપોઝિટ છું : રિચા

હું ઝરીનાની એકદમ ઑપોઝિટ છું : રિચા


રિચા ચઢ્ઢાનું કહેવું છે કે મારા પાત્ર ઝરીનાથી હું એકદમ અલગ છું. ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણી દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી ‘ઇન્સાઇડ એજ’ની ત્રીજી સીઝન બહુ જલદી રિલીઝ કરવામાં આવશે. કનિષ્ક વર્મા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી આ સીઝનમાં ઘણાં નવાં પાત્રો ઉમેરવામાં આવશે. આ વિશે વાત કરતાં રિચાએ કહ્યું કે ‘ઝરીના ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પાત્ર છે અને હું રિયલ લાઇફમાં તેના જેવી બિલકુલ નથી. તે જેવી છે એવી કેવી રીતે બની એ જાણવાનો મને ચાન્સ મળ્યો છે. હું ઝરીનાની એકદમ ઑપોઝિટ છું અને એથી જ આ પાત્ર ભજવવાની મને ખૂબ મજા આવી હતી. પાવર, ફેમ, પૈસા પ્રત્યેનો તેનો પ્રેમ તેના પાત્રમાં દેખાઈ આવે છે અને એ એકદમ રિયલ લાગે છે. હું ત્રીજી સીઝનને લઈને ખૂબ ઉત્સાહી છું, કારણ કે પહેલી સીઝનથી લઈને અત્યાર સુધી તેને ખૂબ ખોટાં કામ કરતી દેખાડવામાં આવી છે. જોકે તે હવે ફરી તે જેવી હતી એ બને છે કે નહીં એ જોવું રહ્યું.’


Whatsapp-channel Whatsapp-channel

27 October, 2021 10:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK