હું પહેલાં હતો એના કરતાં મને આજે વધુ માહિતી છે. મને નિષ્ફળતાનો ક્યારેય ડર નહોતો. આજે મને મારી મુસાફરી પર ગર્વ છે. મને એનાથી ઘણું શીખવા મળ્યું છે.’
જૉન અબ્રાહમ
જૉન એબ્રાહમનું કહેવું છે કે તે હજી પણ ઇન્ડસ્ટ્રીમાં સ્ટ્રગલ કરી રહ્યો છે. તેની ‘મુંબઈ સાગા’ હાલમાં જ રિલીઝ થઈ હતી, પરંતુ કોરોના વાઇરસને કારણે એના બિઝનેસ પર ખૂબ જ અસર પડી હતી. તે ઘણાં વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યો છે, પરંતુ તેને લાગે છે કે તે હજી સુધી ઊંચાઈ પર નથી પહોંચી શક્યો. આ વિશે વાત કરતાં જૉને કહ્યું હતું કે ‘સાચું કહું તો હું હજી પણ બૉલીવુડમાં સ્ટ્રગલ કરી રહ્યો છું અને એક ઊંચાઈ પર પહોંચવાની કોશિશ કરી રહ્યો છું. હું સેટ પર દરેકને કહું છું કે હું નસીબદાર છું કે મને સેટ પર આવવાનું મળે છે. હું પહેલાં હતો એના કરતાં મને આજે વધુ માહિતી છે. મને નિષ્ફળતાનો ક્યારેય ડર નહોતો. આજે મને મારી મુસાફરી પર ગર્વ છે. મને એનાથી ઘણું શીખવા મળ્યું છે.’