Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘તને દીકરો કહેવાનો મને ગર્વ છે’

‘તને દીકરો કહેવાનો મને ગર્વ છે’

21 November, 2021 05:09 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘બૉબ બિસ્વાસ’ના ટ્રેલરને જોઈને અભિષેક માટે આવું કહ્યું અમિતાભ બચ્ચને

અમિતાભ બચ્ચન (ફાઇલ તસવીર)

અમિતાભ બચ્ચન (ફાઇલ તસવીર)


અમિતાભ બચ્ચને ‘બૉબ બિસ્વાસ’ના ટ્રેલરને જોઈને અભિષેક બચ્ચનની ખૂબ પ્રશંસા કરી છે. આ અગાઉ પણ જ્યારે અભિષેકની ‘બિગ બુલ’ રિલીઝ થઈ હતી ત્યારે પણ તેમણે તેની પ્રશંસા કરી હતી. ‘બૉબ બિસ્વાસ’ના ટ્રેલરની સેલિબ્રિટીઝની સાથે જ લોકો પણ પ્રશંસા કરી રહ્યા છે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચનની યાદદાસ્ત ચાલી જાય છે અને તેને સિરિયલ કિલર દેખાડવામાં આવ્યો છે. આ ફિલ્મમાં તેની વાઇફના રોલમાં ચિત્રાંગદા સિંહ દેખાશે. આ ફિલ્મ શાહરુખ ખાનના રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટે પ્રોડ્યુસ કરી છે. ૩ ડિસેમ્બરે ZEE5 પર રિલીઝ થવાની છે. આ ફિલ્મના ટ્રેલરને ટ્વિટર પર શૅર કરીને અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું કે ‘તને મારો દીકરો કહેવડાવવાનો મને ગર્વ થાય છે. અભિષેક બચ્ચનની ‘બૉબ બિસ્વાસ’ના ટ્રેલરને જોઈને લોકો જે પ્રકારે પ્રશંસા કરી રહ્યા છે એ બદલ હું સૌનો આભાર માનું છું. લોકોનાં રીઍક્શન્સ અવર્ણનીય છે. આભાર, અભિનંદન, સદા કૃતજ્ઞ.’ આ ટ્વીટનો જવાબ આપતાં અભિષેકે ટ્વીટ કર્યું હતું કે ‘લવ યુ પા. જોકે તમે હંમેશાં અમારા માટે BIG B(ob) રહેશો.’


Whatsapp-channel Whatsapp-channel

21 November, 2021 05:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK