° °

આજનું ઇ-પેપર
Saturday, 29 January, 2022


નિષ્ફળતાનો મને ભય નથી : જૉન એબ્રાહમ

28 November, 2021 02:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

હું કદી નકારાત્મક ​પરિણામ મળશે એવી ધારણા મનમાં રાખતો નથી. વધુમાં વધુ શું થશે, દર્શકોને નહીં ગમે, ખરુંને? અમે બીજી ફિલ્મ તરફ વળીએ છીએ. હું દરેક ફિલ્મને જીવું છું અને સતત આગળ વધતો રહું છું.’

નિષ્ફળતાનો મને ભય નથી : જૉન એબ્રાહમ

નિષ્ફળતાનો મને ભય નથી : જૉન એબ્રાહમ

જૉન એબ્રાહમનું કહેવું છે કે તેને નિષ્ફળતાનો ડર નથી લાગતો. તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેને પૂછવામાં આવ્યું કે આવી ફિલ્મો કરવા પાછળ તારી કોઈ સ્ટ્રૅટેજી હતી. એનો જવાબ આપતાં જૉને કહ્યું કે ‘મારી કરીઅરની શરૂઆતથી જ મારી સ્ટ્રેંગ્થ એ રહી છે કે મને નિષ્ફળતાનો ડર નથી લાગતો. શરૂઆતમાં મારી કેટલીક ફિલ્મો એવી હતી જે સમય કરતાં ઘણી આગળ રહી હતી, એથી મોટા ભાગના લોકોને એ ગમી નહોતી. એનો મને કોઈ વાંધો નથી. હું એ પણ જાણતો હતો કે દરેક સ્ટોરીના દર્શકો અલગ હોય છે. જો ન હોય તો સ્ટોરી પોતે જ પોતાના દર્શકો શોધી લે છે. એથી એવી કેટલીક ફિલ્મો હતી જેણે બૉક્સ-ઑફિસ પર ખૂબ કલેક્શન કર્યું હતું. એ વિશે તો ફિલ્મ બનાવતી વખતે પણ નહોતું વિચાર્યું. હું કદી નકારાત્મક ​પરિણામ મળશે એવી ધારણા મનમાં રાખતો નથી. વધુમાં વધુ શું થશે, દર્શકોને નહીં ગમે, ખરુંને? અમે બીજી ફિલ્મ તરફ વળીએ છીએ. હું દરેક ફિલ્મને જીવું છું અને સતત આગળ વધતો રહું છું.’

28 November, 2021 02:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

આલિયા ભટ્ટની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ જાણો કઇ તારીખે રિલીઝ થશે

અગાઉ નવેમ્બરમાં, ફિલ્મની રિલીઝ ડેટ 18 ફેબ્રુઆરી, 2022 નક્કી કરવામાં આવી હતી, પરંતુ હવે નિર્માતાઓ દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર, ફિલ્મ 18 નહીં પણ 25 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં આવશે

28 January, 2022 04:26 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

સ્મૃતિ ઈરાનીએ મૌની રોયને પાઠવી શુભેચ્છા, કહ્યું- 17 વર્ષ પહેલા જ્યારે આ છોકરી...

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani)એ ઈન્સ્ટાગ્રામ પર મૌની રોય (Mouni Roy) અને સૂરજ નામ્બિયારને તેમના લગ્ન માટે અભિનંદન આપતા તસવીરો શેર કરી છે

28 January, 2022 02:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

લતા મંગેશકરની હેલ્થ માટે હવન કરાવ્યો શંકર મહાદેવને

આ વિશે શંકર મહાદેવને કહ્યું હતું કે ‘અમે પ્રાર્થના કરી હતી કે આપણી પૉઝિટિવ એનર્જી યુનિવર્સ સુધી પહોંચે અને આપણી સરસ્વતીજી એટલે કે લતા મંગેશકરજી જલદી ઘરે સ્વસ્થ થઈને આવી જાય.’

28 January, 2022 02:02 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK