હાલમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે તે તેના ક્રિકેટર બૉયફ્રેન્ડ કે. એલ. રાહુલ સાથે નવા ઘરમાં લગ્ન અગાઉ રહેવા જવાની છે
લોકેશ રાહુલ અને અથિયા શેટ્ટી
અથિયા શેટ્ટીએ જણાવ્યું કે હું મારા પેરન્ટ્સ સાથે નવા ઘરમાં શિફ્ટ થવાની છું, અન્ય કોઈ સાથે નહીં. હાલમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે તે તેના ક્રિકેટર બૉયફ્રેન્ડ કે. એલ. રાહુલ સાથે નવા ઘરમાં લગ્ન અગાઉ રહેવા જવાની છે. તે સાઉથ મુંબઈમાં તેના પેરન્ટ્સ અને ભાઈ અહાન સાથે રહે છે. નવા ઘરમાં રહેવા જવા વિશે અથિયા શેટ્ટીએ કહ્યું કે ‘હું કોઈ અન્ય સાથે નહીં, મારા પેરન્ટ્સ સાથે નવા ઘરમાં રહેવા જવાની છું. હું અને મારી ફૅમિલી નવા ઘરમાં સાથે રહેવાનનાં છીએ.’
બૉયફ્રેન્ડ સાથે લગ્નની અફવા પર અથિયાએ કહ્યું કે ‘હું આવા કોઈ સવાલના જવાબ નથી આપવા માગતી. આ બધું સાંભળીને હવે કંટાળો આવી ગયો છે. મને હવે એના પર હસવું આવે છે. લોકોએ જે વિચારવું હોય એ વિચારે.’