Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હૃતિક એક કમ્પ્લીટ હીરો છે  : સિદ્ધાર્થ આનંદ

હૃતિક એક કમ્પ્લીટ હીરો છે  : સિદ્ધાર્થ આનંદ

25 November, 2021 03:48 PM IST | mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેનું કહેવું છે કે તેની ટૅલન્ટનો પૂરેપૂરી રીતે ઉપયોગ કરવો એ ડિરેક્ટર માટે પણ એક ચૅલેન્જ છે

હૃતિક રોશન અને સિદ્ધાર્થ આનંદ

હૃતિક રોશન અને સિદ્ધાર્થ આનંદ


સિદ્ધાર્થ આનંદનું કહેવું છે કે હૃતિક રોશન એક કમ્પ્લીટ હીરો છે. તેઓ ‘બૅન્ગ બૅન્ગ’ અને ‘વૉર ’બાદ હવે ‘ફાઇટર’માં સાથે કામ કરી રહ્યા છે. સિદ્ધાર્થ આનંદે હાલમાં જ ગોવામાં યોજાયેલા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં હાજરી આપી હતી. આ દરમ્યાન હૃતિક વિશે વાત કરતાં સિદ્ધાર્થે કહ્યું હતું કે ‘હૃતિક એક કમ્પ્લીટ હીરો છે. ડિરેક્ટર તેના ઍક્ટર્સ પાસે જે વસ્તુની અપેક્ષા રાખે એ હૃતિક હંમેશાં પૂરી પાડે છે. એક ડિરેક્ટર તરીકે પોતે એક ચૅલેન્જ લેવી પડે છે કે સેટ પર દર વખતે હૃતિકની ટૅલન્ટનો તમે કેવી રીતે વધુમાં વધુ ઉપયોગ કરી શકો. મને લાગે છે કે અત્યાર સુધી અમારામાંથી આવું અત્યાર સુધી કોઈ નથી કરી શક્યું અને અમારા માટે આ એક ચૅલેન્જ છે. મેં મારા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારે હંમેશાંથી એક એવા ફિલ્મમેકર બનવું હતું જેની સાથે હૃતિક કામ કરે. હું તેની સાથે ગમે એટલી ફિલ્મો કરી શકું છું અથવા તો મારા ફિલ્મને લગતા આઇડિયા પણ તેની સાથે શૅર કરી શકું છું, કારણ કે તેનો ફીડબૅક એકદમ ઇમ્પોર્ટન્ટ હોય છે. તેનામાં એક ફિલ્મમેકર પણ છુપાયેલો છે જે દરેક ઍક્ટરમાં નથી હોતો. તે હંમેશાં ફિલ્મને લઈને દૂરનું વિચારે છે. તેની સાથે બે હીરોવાળી ફિલ્મ કરવી વધુ સરળ છે, કારણ કે તે પોતાના પર વધુ ફોકસ નથી આપતો. તે તેની આસપાસના લોકોને વધુ સ્ટ્રૉન્ગ બનાવવાની કોશિશ કરે છે અને એનાથી ફિલ્મને જ ફાયદો થાય છે.’
સિદ્ધાર્થ વિશે હૃતિકે કહ્યું હતું કે ‘સિદ્ધાર્થ સાથે કામ કરવું ખૂબ જ એક્સાઇટિંગ છે. ‘વૉર’માં તેણે ખૂબ જ સારું કામ કર્યું હતું અને અમે બન્ને એકબીજાનું કામ જોયું હતું. હવે અમારે એના કરતાં વધુ સારી ફિલ્મ બનાવવાની છે અને એથી જ એ એક્સાઇટિંગ છે. અંગત રીતે કહું તો મને એ મારી જવાબદારી લાગે છે, કારણ કે હું મારા ડિરેક્ટરને નિરાશ કરવા નથી માગતો જે મારા પર વિશ્વાસ રાખી મને તેની ફિલ્મ માટે પસંદ કરે. હવે તેને ઇમ્પ્રેસ કરવો પણ મારા માટે ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે મારાથી જેટલું શક્ય હતું એટલું બધું મેં તેની સાથે કરી દીધું છે. તે હવે મારી પાસે વધુ શું કરાવી શકે છે એ જોવું રહ્યું.’


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2021 03:48 PM IST | mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK